Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના પત્નીનું પોલીસે નિવેદન નોંધ્યું:
જામનગર તા. ૧: જામનગરના નંદન પાર્કમાં રહેતા એક યુવાને છેલ્લા એકાદ મહિનાથી કામધંધો સરખો ચાલતો ન હોવાથી તેની ચિંતામાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે તેમના પત્નીનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગરના રામેશ્વર નગર પાછળ આવેલા નંદન પાર્કની શેરી નં.ર પાસે જલારામ પાર્કમાં રહેતા દિવ્યરાજસિંહ ભૂપતસિંહ ઝાલા નામના ૩૨ વર્ષના યુવાને શનિવારે સાંજના સમયે પોતાના ઘરમાં પંખામાં ચુંદડી બાંધી ગાળીયો બનાવ્યા પછી ગળાફાંસો ખાઈ લીધો હતો.
તેની જાણ રાત્રે સાડા નવેક વાગ્યે તેમના પત્ની સ્વાતિબાને થઈ હતી. તેઓએ પોલીસને વાકેફ કરતા દોડી આવેલા પોલીસ કાફલાએ આ યુવાનને નીચે ઉતારી ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી સ્વાતિબાનુ નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમના પતિ દિવ્યરાજસિંહનો ધંધો છેલ્લા એકાદ મહિનાથી સરખો ચાલતો ન હોવાથી તાણ અનુભવતા રહેતા પતિ દિવ્યરાજસિંહે આ પગલું ભરી લીધું છે.
ધંધો ન ચાલવાના કારણે તેઓ અવારનવાર ચિંતા કરતા રહેતા હતા અને તેનું માઠું લાગી આવતા આ પગલું ભર્યાનું નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. પોલીસે નિવેદનની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial