Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના ભોજાબેડી પાસેથી લાઈમ સ્ટોનનો જથ્થો ભરીને જતાં ત્રણ ડમ્પર સીઝ

રૂ।.પોણા કરોડનો મુદ્દામાલ કબજે કરાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામજોધપુરના ભોજાબેડી ગામના રોડ પરથી શનિવારે રાજકોટ રેન્જના આઈજીની ટીમે ગેરકાયદેસર રીતે ભરીને લઈ જવાતા લાઈમસ્ટોનના ત્રણ ડમ્પરને પકડી પાડ્યા હતા. અંદાજે રૂ।.પોણા કરોડનો મુદ્દામાલ સીઝ કરી આ ટીમે ખાણખનીજ ખાતાને જાણ કરી છે.

જામજોધ૫ુર તાલુકાના ભોજાબેડીના રસ્તા પર ગેરકાયદેસર રીતે લાઈમસ્ટોન ભરીને કેટલાક વાહનો દોડી રહ્યા હોવાની બાતમી પરથી રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયની ટીમના સ્ટાફે પીએસઆઈ સી.એમ. કાંટેલીયાના વડપણ હેઠળ વોચ રાખી હતી.

આ ટીમના સંદીપસિંહ ઝાલા, કાસમભાઈ બ્લોચ, કમલેશભાઈ રબારી, નિતેશભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ભોજાબેડી તરફના રસ્તા પરથી જઈ રહેલા જીજે-૧૦-એટી ૬૬૨૩ નંબરના ડમ્પરને રોકાવી તલાશી લેતા તેમાંથી ૨૩.૧૫ મે. ટન લાઈમસ્ટોન, જીજે-૧૦-એટી ૬૬૨૪ નંબરના ડમ્પરમાંથી ૨૫.૧૨ ટન અને જીજે-૧૦-એટી ૪૪૨૫ નંબરના ડમ્પરમાંથી ૨૨.૯૯ ટન લાઈમસ્ટોન મળી આવ્યું હતું.

અંદાજે રૂ।.પોણા કરોડની કિંમતના મુદ્દામાલને કબજે કરી રેન્જ આઈજીની ટીમે ભોજાબેડીના આસીફ હબીબ સમા, લલોઈના વલીમામદ નુરમામદ, જામજોધપુરના શબ્બીર મામદ સમા નામના ત્રણ ડ્રાઈવરની અટકાયત કરી ખાણખનીજ ખાતાને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh