Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મામી, મામા તથા બે પિતરાઈ સામે કરાઈ ફરિયાદઃ
જામનગર તા. ૧: જામનગરના એક ભાનુશાળી યુવાને પોતાના બે મામા વચ્ચે ન રહેલા સંબંધને સુધારવા માટે સમાધાન કરવા એક મામાના ઘેર ગયેલા યુવાન પર એક મામા, મામી તથા મામાના બે દીકરાઓએ હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. હુમલામાં આ યુવાનને સાથળના ભાગે છરી વાગી ગઈ હતી.
જામનગરના ખંભાળિયા નાકાથી પવનચક્કી વચ્ચેના રોડ પર આવેલા એમ.જે. પાર્ક સ્થિત વિનસ પ્લાઝામાં રહેતા માસૂમભાઈ નીતિનભાઈ નંદા (ઉ.વ.૩૩) નામના યુવાને પોતાના મામા દિનેશ શંકરલાલ કનખરા, મામી જાગૃતિબેન તેમજ મામાના દીકરા ભવ્ય દિનેશભાઈ અને બીજા મામાના દીકરા યશ પરેશભાઈ કનખરા સામે માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ માસૂમભાઈના મામા દિનેશભાઈને તેમના ભાઈ સાથે બોલવાનો વ્યવહાર ન હોવાથી માસૂમભાઈએ પોતાના બંને મામા વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કરી શુક્રવારે સાંજે દિગ્વિજય પ્લોટની શેરી નં.૮માં રહેતા દિનેશભાઈના ઘેર માસૂમભાઈ ગયા હતા. જ્યાં બોલાચાલી થયા પછી દિનેશભાઈ તથા જાગૃતિબેને ગાળો ભાંડી ઝપાઝપી કરી હતી અને ફડાકા ઝીંકી ઢીકાપાટુથી માર માર્યાે હતો.
આ વેળાએ દિનેશભાઈએ ભાણેજને સાથળના પાછળના ભાગે છરી હુલાવી દીધી હતી અને તેના પુત્ર ભવ્ય તથા બીજા મામાના પુત્ર યશ પરેશભાઈ કનખરાએ પણ મદદગારી કરી હતી. પોલીસે એક મહિલા સહિત ચાર સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial