Advertisement
Author: નોબત સમાચાર

મરેલા ઢોરની હેરફેરના વાહનોના કારણે તીવ્ર દુર્ગંધથી ભારે પરેશાની

મનપા પરિસરમાં પાર્ક થયેલા

                                                                                                                                                                                                      

જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં કોઈપણ સ્થળે ઢોરનું મૃત્યુ થાય તો તેને ખાસ વાહનમાં લઈ જઈ યોગ્ય સ્થળે નિકાલ કરવામાં આવે છે. આ મરેલા ઢોરની હેરફેર કરવા માટેના વાહનો નવરા હોય ત્યારે તેને મહાનગરપાલિકાના પરિસરમાં પાર્ક કરવામાં આવે છે. અત્યારે આવા વાહનો ભીડભંજન મંદિર સામેના ગેઈટ પાસેના પાર્કિંગમાં રાખવામાં આવે છે, પણ આ વાહનોના કારણે ભીડભંજન મંદિર અને ત્યાંથી છેક સ્પોર્ટસ સંકુલના ઢાળીયા સુધી તેમજ મનપાના પરિસરમાં સેવાસદન સુધી માથુ ફાડી નાંખે તેવી તીવ્ર દુર્ગંધ ૨૪ કલાક ફેલાયેલી રહે છે. જેથી અહીંથી પસાર થતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. આ વાહનોને 'નવરા' હોય ત્યારે ક્યાંક દૂર અને લોકોને દુર્ગંધની પરેશાની ના થાય તેવા સ્થળે પાર્ક કરવાની વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે. આ ઉપરાંત ભીડભંજન મંદિરથી સ્પોર્ટસ સર્કલ સુધીનો માર્ગપણ ખોદકામ થયા પછી આડેધડ પૂરાયેલો હોવાથી વાહનચાલકોને મુશ્કેલી પડે છે. મહાનગરપાલિકાના નાક નીચે જ આવેલા આ વ્યસ્ત માર્ગને તાકીદે યોગ્ય રીતે રીપેર કરવાની પણ જરૂર છે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh