Advertisement
Author: નોબત સમાચાર

રિલાયન્સ રિફાઈનરીમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે આરોગ્ય તપાસ, પ્રદર્શન સહિતના જનજાગૃતિના કાર્યક્રમો

સરકારી ડેન્ટલ કોલેજ અને રિલાયન્સ ગ્રુપના સહયોગથી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: વિશ્વ તમાકુ નિષેધ દિવસ ૩૧ -મે ૨૦૨૬ નિમિત્તે જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ તથા રિલાયન્સ ગ્રુપના સહયોગથી રિલાયન્સ રિફાઈનરીમાં  તમાકુના આકર્ષણનો પર્દાફાશ નિકોટિનની લત અને વ્યસન સામે જાગૃતિ થીમ આધારિત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત રિલાયન્સ રિફાઇનરીના કામદારો તેમજ તેમના પરિવારજનો માટે આરોગ્ય તપાસ, સ્વેબ ટેસ્ટ દ્વારા મૌખિક કેન્સર નિદાન, તમાકુ નિષેધ પરામર્શ (ટોબેકો સેસેશન કાઉન્સેલિંગ), પ્રદર્શન પ્રવૃત્તિઓ અને ઈન્ટરએક્ટિવ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, તમાકુના વ્યસનથી થતી હાનિઓ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે રિલાયન્સ ગ્રુપ દ્વારા નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમ શ્રેણીનો મુખ્ય ઉદ્દેશ્ય તમાકુની લત તથા તેના આરોગ્ય પર પડતા ગંભીર અને હાનિકારક પ્રભાવ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને તમાકુમુક્ત જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આયોજિત વિવિધ પ્રવૃત્તિઓને ઉપસ્થિત લોકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો. આ કાર્યક્રમ થકી જનજાગૃતિ, આરોગ્ય પરીક્ષણ અને પરામર્શ જેવી સેવાઓના માધ્યમથી તમાકુ નિષેધનો સંદેશ વ્યાપક સ્તરે પહોંચાડવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh