Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના તળાવમાં દુર્ગંધયુક્ત અને ગંદા પાણીની આવકથી દોડધમ

કમિશ્નર ટીમ સાથે દોડી ગયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરમાં કોઈ સ્થળે લીકેજીંગ થતા ગંદા અને દુર્ગંધયુક્ત પાણી કેનાલ મારફત તળાવમાં પહોંચતા મહાનગરપાલિકાનું તંત્ર ધંધે લાગ્યું છે.

જામનગરની મધ્યમાં આવેલા રણમલ તળાવમાં આજે દુર્ગંધયુક્ત અને ગંદા પાણીની કેનાલ મારફત આવક થઈ હતી. આ અંગેની જાણ થતા જ મ્યુનિ.  કમિશ્નર, અધિકારીઓની ટીમ સાથે દોડી ગયા હતાં અને સંબંધિત વિભાગને આ સમસ્યાનું નિરાકરણ લાવવાની સૂચના આપી હતી.

પવનચક્કીથી તળાવ સુધીના માર્ગમાં ભૂગર્ભમાં કોઈ સ્થળે લાઈન તૂટી છે. આથી ગંદા પાણી કેનાલમાં વહેતા થતા તળાવ સુધી પહોંચ્યા હતાં. જે તળાવમાં રહેલા પાણીના જથ્થાને પણ દુષિત કરી શકે છે.

કેનાલમાં અમુક સ્થળે ઝાળી લગાવી દેવાઈ છે, જેને ખોલીને તેમાંથી ગેસ બહાર કાઢ્યા પછી આ સેલરની મરામત કામગીરી હાથ ધરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh