Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાડા પાંચેક લાખના મોબાઈલ સોંપાયાઃ
જામનગર તા. ૧: જામનગરમાં દોઢ-બે વર્ષ દરમિયાન કેટલાક આસામીઓના મોબાઈલ ગુમ થઈ ગયાની પોલીસને જાણ કરાયા પછી તે મોબાઈલ શોધવા માટે શરૂ થયેલી કવાયતમાં ૨૬ મોબાઈલ પરત મેળવી તેના માલિકોને સોંપી અપાયા છે.
જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાંથી પોતાના મોબાઈલ ગુમ થયાની વર્ષ ૨૦૨૪-રપ અને ૨૦૨૫-૨૬માં પોલીસને જાણ કરવામાં આવી હતી. તેની સિટી સી ડિવિઝન પોલીસ દ્વારા સીઈઆઈઆર પોર્ટલ દ્વારા તપાસ કરાતી હતી.
તે દરમિયાન ૩૦ મોબાઈલના સગડ સાંપડ્યા હતા. જામનગર શહેર, ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત ઉત્તરપ્રદેશ રાજ્યમાં તપાસનો દૌર લંબાવાયા પછી પોલીસે રૂ।.પ,૫૦,૯૩૯ની કિંમતના ૨૬ મોબાઈલ પરત મેળવ્યા હતા અને પીઆઈ એન.બી. ડાભી, પીએસઆઈ વી.એ. પરમાર તથા સ્ટાફની ઉપસ્થિતિમાં તેના મૂળ માલિકોને પરત સોંપી આપવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial