Advertisement
Author: નોબત સમાચાર

જામવાડી પાસે પોલીસને જોઈ નાસેલી બે મોટરનો કરાયો પીછોઃ મોટરમાંથી મળી આવી ઈંગ્લીશ દારૂની ૩૪૫ બોટલ

ગુલાબનગર તથા ડ્રીમ સિટીમાંથી ઈંગ્લીશ દારૂના ચપલા, ટીન સાથે બે ઝડપાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી શનિવારે બપોરે એક મોટરમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂના ૯૬ ચપલા તથા બીયરના ૪૮ ટીન કબજે કર્યા છે. એક શખ્સની ધરપકડ કરાઈ છે. જામજોધપુરના જામવાડી ગામ પાસે બે મોટર પોલીસને જોઈને નાસવા માંડ્યા પછી પોલીસે તેનો પીછો કરતા મોટર મૂકી તેના ચાલકો નાસી ગયા હતા. મોટરમાંથી ઈંગ્લીશ દારૂ ભરેલા ર૮ બોક્સ તથા ૯ છૂટી બોટલ મળી કુલ ૩૪૫ બોટલ દારૂ કબજે કરાયો છે. ચાલકોની શોધ કરાઈ રહી છે. સ્વામીનારાયણનગર પાસેથી એક શખ્સ ઈંગ્લીશ દારૂની નાની મોટી પચ્ચીસ બોટલ સાથે ઝડપાઈ ગયો છે.

જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી શનિવારે બપોરે પસાર થઈ રહેલી એક સ્વીફ્ટ મોટરને પોલીસે શકના આધારે રોકાવી તેની તલાસી લેતા આ મોટરમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબના ૯૬ ચપલા તથા બિયરના ૪૮ ટીન મળી આવ્યા હતા. પોલીસ દારૂના જથ્થા સાથે રાંદલનગરમાં રહેતા પ્રદ્યુમનસિંહ ઘનશ્યામસિંહ ઝાલાની ધરપકડ કરી છે અને મોટર, દારૂ તથા એક મોબાઈલ કબજે કર્યો છે. તે દારૂનો જથ્થો ભરી આપનાર અજાણ્યા માણસ અંગે વિગત આપવા ઉપરાંત તેની સાથે ઓળખાણ કરાવનાર નાઘેડીના ભરત ગઢવીનું નામ આપ્યું છે.

જામજોધપુર તાલુકાના જામવાડી ગામ પાસે એક મોટરમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવવામાં આવી રહૃાો હોવાની બાતમી મળતા શનિવારે રાત્રે જામજોધપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે પીઆઇ એન.બી. ચૌહાણના વડપણ હેઠળ વોચ ગોઠવી હતી. તે દરમિયાન રવિવારે વહેલી સવારે પાંચેક વાગ્યે જામવાડી ગામની રાજકીધાર સીમ વિસ્તારમાંથી જીજે-૩-સીઆર ૨૭૪૮ નંબરની ઇનોવા તથા જીજે-૨૫-જે ૯૯૦૨ નંબરની સ્કોર્પિયો મોટર પસાર થઈ હતી.

આ બંને મોટરને રોકાઈ જવા માટે પોલીસે ઈશારો કરતા તે બંને મોટરના ચાલકોએ પોતપોતાના વાહન ફૂલસ્પીડમાં નસાડી મૂક્યા હતા. પોલીસે તેનો પીછો કરતા આગળ એક ખેતર નજીક બંને વાહનો મૂકી તેના ચાલકો ઉતરીને નાસી ગયા હતા. બંને મોટર નજીક પહોંચેલી પોલીસે મોટરની તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૩૪૫ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂની બોટલ, બે મોટર તથા એક મોટરમાંથી મળી આવેલા  એક મોબાઇલ સહિત કુલ રૂ।.૧૪,૫૬,૭૯૯ની કિંમતનો મુદામાલ કબજે કરી લીધો છે. આ બંને મોટરના રજીસ્ટ્રેશન નંબર પરથી તેના માલિક તથા ચાલકની શોધ શરૂ કરવામાં આવી છે.

જામનગરના સ્વામી નારાયણનગર વિસ્તારમાં ડ્રીમ સિટી પાસેથી દિવ્યરાજસિંહ જુવાનસિંહ વાળા નામનો શખ્સ ગઈકાલે સાંજે ઈંગ્લીશ દારૂની છ મોટી બોટલ તથા ઓગણીસ નાની બોટલ સાથે ઝડપાઈ ગયો છે. પોલીસે દારૂનો જથ્થો કબજે લઈ તેની ધરપકડ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh