Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જુગારના પણ ૧૪ કેસમાં ૪૨ શખ્સ ઝડપાયાઃ
ખંભાળીયા તા. ૧૪: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂ તથા જુગારની પ્રવૃત્તિ ડામી દેવા માટે પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ત્રણ દિવસમાં દારૂ અંગે ૨૨૨ કેસ નોંધાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નશાના કારોબારને બંધ કરાવવા પોલીસ દ્વારા આકરા પગલાં ભરવામાં આવી રહ્યા છે. જિલ્લા પોલીસ દ્વારા એસ.પી. જયરાજસિંહ વાળાની સૂચનાથી દારૂબંધી ભંગના ૨૨૨ કેસ નોંધવામાં આવ્યા છે જેમાં દેશી દારૂ, ઈંગ્લીશ દારૂ તથા નશો કરી રખડતા શખ્સોનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીમાં કેટલાક મહિલાઓ પણ ઝડપાઈ જવા પામ્યા છે. તે ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુગારની પ્રવૃત્તિ સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે. ડીવાયએસપી સાગર રાઠોડ, મિત રૂદલાલના વડપણ હેઠળ પોલીસ ટીમો સામૂહિક ઝુંબેશ કરી રહી છે. એક જ દિવસમાં વર્લી મટકા, એકીબેકીનો જુગાર ચૌદ સ્થળેથી ઝડપાયો છે. ખંભાળીયા, મીઠાપુર વગેરે ગામોમાં પાડવામાં આવેલા જુગારના દરોડાઓમાં ૪૨ સામે ગુન્હા નોંધાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial