Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં રૂપિયા ૧૫ કરોડથી વધુ રકમના વિકાસ કામોનું વર્ચ્યુલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે જામનગર જિલ્લામાં રૂ।. ૧૫ કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું, જેમાં કાલાવડમાં રૂ।. ૧૦.૨૪ કરોડના ખર્ચે તૈયાર થયેલા અદ્યતન તાલુકા રમતગમત સંકુલ તથા જામનગરમાં ૨૫૬ યુવાનોની બેઠક ક્ષમતા ધરાવતા રૂ।. ૪.૫૦ કરોડના આધુનિક જિલ્લા લાઈબ્રેરી સ્ટડી હોલનો સમાવેશ થાય છે.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જામનગર જિલ્લામાં શિક્ષણ અને રમતગમતના માળખાને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પહેલ કરતા, રૂ।. ૧૫ કરોડથી વધુના ખર્ચે આકાર પામેલા તથા નિર્માણ થનાર શૈક્ષણિક અને રમતગમત સુવિધાઓનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 'શક્તિદૂત ૨.૦' યોજના અંતર્ગત લાભાર્થી ખેલાડીઓની સંખ્યા ૬૪થી વધારીને ૫૦૦ કરવામાં આવી છે, જેમાં પ્રતિ ખેલાડી વાર્ષિક રૂ।. ૫૦ લાખ સુધીની વિશ્વસ્તરીય ટ્રેનિંગ સહાય આપવામાં આવશે તેમજ દિવ્યાંગ રમતવીરો માટે ૫૦ બેઠકોનું અનામત રખાશે. ખેલાડીઓની ઇંજરી રિકવરી માટે રાજ્યમાં દેશનું નંબર-૧ સ્પોર્ટ્સ સાયન્સ અને મેડિસિન રિકવરી સેન્ટર ઊભું કરાશે. તેમણે રમતવીરોને નાણાકીય કે તાલીમની ચિંતા છોડી માત્ર જુસ્સાથી મહેનત કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત કાલાવડ તાલુકામાં રમતવીરોની પ્રતિભાને ખીલવવા માટે રૂ।. ૧૦.૨૪ કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન તાલુકા રમતગમત સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સંકુલમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવા માટે ઇન્ડોર અને આઉટડોર રમતોની શ્રેષ્ઠ સુવિધાઓ ઊભી કરાઈ છે. ઇન્ડોરમાં મલ્ટીપર્પઝ હોલ, જીમનેશિયમ, ખો-ખો, કબડ્ડી, વોલીબોલ, બેડમિંટન કોર્ટ, શૂટિંગ રેન્જ અને ટેબલ ટેનિસ જેવી રમતો સાથે ચેન્જિંગ રૂમની વ્યવસ્થા છે. જ્યારે આઉટડોરમાં ૨૦૦ મીટર એથ્લેટિક ટ્રેક તથા વિવિધ રમતોની વધારાની કોર્ટ બનાવવામાં આવી છે. આ ઉપરાંત વહીવટી બ્લોક, સ્ટાફ રૂમ, કેન્ટીન, ગેસ્ટ રૂમ સહિત વીજળી, પાણી, ડ્રેનેજ, પાર્કિંગ અને ફાયર સેફ્ટી જેવી પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે, જે કાલાવડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના યુવાનોને રાષ્ટ્રીય સ્તરે ચમકવા મજબૂત મંચ પૂરૃં પાડશે.

આ સાથે જ જામનગર શહેરના યુવાનો માટે રૂ।. ૪.૫૦ કરોડના અંદાજિત ખર્ચે તૈયાર થનાર અદ્યતન જી+૨ જિલ્લા કક્ષાના લાઈબ્રેરી સ્ટડી હોલનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આશરે ૪૫૩૧.૬૭ ચો.મી. પ્લોટ એરિયામાં નિર્માણ પામનાર આ લાઈબ્રેરીમાં એકસાથે ૨૫૬ વિદ્યાર્થીઓ બેસીને અભ્યાસ કરી શકશે. વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે અહીં ગ્રુપ સ્ટડી એરિયા, બુક સ્ટેક એરિયા, પર્સનલ અને સેલ્ફ સ્ટડી એરિયા તેમજ કમ્પ્યુટર લેબ જેવી આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. સુરક્ષા અને સગવડ માટે આર.ઓ. શુદ્ધ પીવાનું પાણી, દિવ્યાંગાનુકૂળ ટોયલેટ બ્લોક, સીસીટીવી કેમેરા, ફાયર ફાઈટીંગ અને પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરાશે.

કાલાવડની હિરપરા કન્યા શાળામાં યોજાયેલા સ્થાનિક કાર્યક્રમમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને અગ્રણી ડો. વિનુભાઈ ભંડેરીએ પ્રાસંગિક ઉદબોધનમાં રાજ્ય સરકારની ખેલ અને શિક્ષણલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે કાલાવડ નગરપાલિકા પ્રમુખ રંજનબેન રાખોલીયા, જિલ્લા રમત ગમત અધિકારી ભાવેશ રાવલિયા, જિલ્લા પુસ્તકાલયના ગ્રંથપાલ પૂજા મદલાણી, મામલતદાર ભૌમિક ચોવટિયા, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર, સંસ્થાના ટ્રસ્ટી જમનભાઈ, સ્થાનિક આગેવાનો  પી.ડી. જાડેજા, હસુભાઈ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh