Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા ન.પા.એ બનાવેલા રોડની ગુણવત્તાની ચકાસણી કરવા આદેશ

મુખ્યમંત્રી કાર્યાલયમાંથી

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૪: ખંભાળીયા નગરપાલીકા દ્વારા બનાવાતા રોડ રસ્તાઓની નબળી ગુણવત્તા હોય, આ બાબતે ખંભાળીયાના જાગૃત નાગરિક કોંગ્રેસ કાર્યકર કપિલ ત્રિવેદી દ્વારા પાલિકા તંત્ર તથા ચીફ ઓફિસર અને પ્રાદેશિક નિયામકને રજૂઆતો કરવા છતાં પગલા લેવાતા તેમણે મુખ્યમંત્રી કાર્યાલયને ફરિયાદ કરતા મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ડેપ્યુટી કલેક્ટર દ્વારા ચીફ ઓફિસર ખંભાળીયા નગરપાલિકાને તાકીદે ગુણવત્તા ચકાસણીની કાર્યવાહી કરીને રિપોર્ટ મોકલવા આદેશ આપતા તંત્ર દોડતું થયું છે.

ખંભાળીયા નગરપાલિકા વિસ્તારમાં ચાલતા રોડની ગુણવત્તા નબળી હોય, તે અંગે તપાસ કરવા તથા કોન્ટ્રાક્ટરનું બિલ અટકાવવા માટે ફરિયાદ કરાઈ હતી. તે પછી યોગ્ય કરવામાં ન આવતા મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરિયાદ કરતા સી.એમ. કાર્યાલયે પાલિકા તંત્રને દોડાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh