Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ૧પ મી ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણીનું રિહર્સલ

                                                                                                                                                                                                      

૧પ મી ઓગસ્ટે દેશ જ્યારે ૮૦ માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવા જઈ રહ્યો છે ત્યારે ૧પ મી ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણીની પૂર્વતૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ પૂર્વતૈયારીના ભાગરૂપે આજે ખંભાળિયામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ૧પ મી ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણીનું રિહર્સલ યોજાયું હતું, જેમાં નિવાસી અધિક કલેક્ટર એમ.વી. દેસાઈએ ધ્વજવંદન કરી નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલ, પ્રાંત અધિકારી કે.કે. કરમટા સાથે પરેડ નિરીક્ષણ કર્યું હતું. વંદે માતરમ્ના સંપૂર્ણ ગાન અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેમાં અધિકારી, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh