Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હર ઘર તિરંગા અભિયાન
જામનગર તા. ૧૪: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં તારીખ ૯ થી ૧૭ ઓગસ્ટ દરમિયાન 'હર ઘર તિરંગા' અભિયાન અત્યંત ઉત્સાહ અને દેશભક્તિના વાતાવરણ વચ્ચે યોજાઈ રહૃાું છે. દેશભક્તિની આ મહાઝુંબેશ અંતર્ગત જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાએ પણ સહપરિવાર પોતાના નિવાસસ્થાનની અગાસી પર પૂર્ણ આદર અને ગૌરવ સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવીને આ રાષ્ટ્રીય અભિયાનમાં સહભાગી થઈ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે તમામ નાગરિકોને સ્વેચ્છાએ અને ગૌરવપૂર્વક પોતાના ઘરો, વેપારી પ્રતિષ્ઠાનો અને કાર્યાલયો પર તિરંગો લહેરાવી આ અભિયાનમાં સહભાગી બનવા અને દેશની એકતા તથા અખંડિતતાનો સંદેશ વહેતો કરવા આહ્વાન કર્યું હતું.સાથે જ આજે તા.૧૪ ઓગસ્ટના સાંજે ૫.૦૦ કલાકે રણમલ તળાવ ગેટ નં.૧ થી રણજીત નગર, સરદાર પટેલની પ્રતિમા સુધી યોજાનાર ભવ્ય તિરંગા યાત્રામાં પણ ઉત્સાહભેર સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial