Advertisement
Author: નોબત સમાચાર

રોટરી કલબ ઓફ ઈમેજિકા દ્વારા ટપકતા નળ અને લીકેજ અટકાવવા નિઃશુલ્ક સેવા

જામનગરમાં ૫ાણી બચાવવાનું અનોખું અભિયાનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: પાણીનું વધતું સંકટ અને પાણીના દરેક ટીપાંનું મહત્ત્વ સમજાવતા રોટરી ક્લબ ઓફ ઇમેજિકા દ્વારા શહેરમાં *પાણી બચાવો  જામનગર બચાવો  ભવિષ્ય બચાવો* અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન હેઠળ શહેરના નાગરિકોને ટપકતા નળ, પાણીના લીકેજ અને અન્ય નાની પ્લમ્બિંગ સમસ્યાઓ માટે એક મહિના સુધી નિઃશુલ્ક પ્લમ્બિંગ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ અભિયાનનો હેતુ માત્ર પ્લમ્બિંગ સેવા પૂરી પાડવાનો નથી, પરંતુ પાણીના બગાડને અટકાવીને સમાજમાં પાણી બચાવવાની જાગૃતિ ફેલાવવાનો છે. રોટરી ક્લબે જામનગરમાં અંદાજિત ૧૯ લાખ લિટર પાણી બચાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. આ નિઃશુલ્ક સેવા તા. ૮ ઓગસ્ટથી ૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન ઉપલબ્ધ રહેશે. સેવા માટે સંપર્ક કર્યા બાદ ૨૪ કલાકની અંદર પ્લમ્બર સ્થળ પર પહોંચી કામગીરી કરશે.

રોટરી ક્લબ ઓફ ઇમેજિકાના પ્રોજેક્ટ ચેરમેન રોટેરિયન મહેન્દ્ર જોગલ (ન્યુ મોમાઈ)એ જણાવ્યું હતું કે, ઘરોમાં ટપકતા નળ અથવા નાના લીકેજના કારણે દરરોજ હજારો લિટર પાણીનો બગાડ થાય છે. સમયસર તેની મરામત કરાવીને પાણીની મોટી બચત શક્ય બને છે. આ અભિયાનમાં શહેરના નાગરિકો વધુમાં વધુ જોડાય અને પાણી બચાવવાના સંકલ્પમાં સહભાગી બને તેવી અપીલ કરવામાં આવી છે. નિઃશુલ્ક પ્લમ્બિંગ સેવાનો લાભ લેવા માટે મોબાઇલ નંબર ૯૯૨૪૪ ૭૫૦૨૪ અથવા ૯૭૧૨૭ ૫૩૯૫૮ પર સંપર્ક કરવા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh