Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મધ્યમ વર્ગને પોસાય તેવુ ભાડુ રખાય, તેવી સંભાવના
નવી દિલ્હી તા. ૧૪: આવતીકાલથી નહીં પણ આવતા વર્ષની ૧૫મી ઓગષ્ટથી અમદાવાદ-મુંબઈ વચ્ચે બૂલેટ ટ્રેન દોડશે, જેનુ ભાડુ મધ્યમ વર્ગને પોસાય તેવું હશે.
ભારતમાં હાઇ-સ્પીડ રેલવે ટેકનોલોજીના નવા યુગનો પ્રારંભ થવા જઈ રહૃાો છે. દેશની સૌપ્રથમ બુલેટ ટ્રેન સેવા આવતા વર્ષે ૧૫મી ઓગસ્ટથી દેશવાસીઓ માટે ખુલ્લી મુકવાની તૈયારીઓ અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. અમદાવાદ અને મુંબઈ વચ્ચે શરૂ થનારી આ મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન માત્ર ઉચ્ચ વર્ગ પૂરતી સીમિત નહીં રહે, પરંતુ સામાન્ય મધ્યમ વર્ગ પણ તેનો સરળતાથી ઉપયોગ કરી શકશે. રેલવે મંત્રાલય દ્વારા આપવામાં આવેલા સંકેતો મુજબ, આ બુલેટ ટ્રેનનું ભાડું હવાઈ મુસાફરી (એરફેર) કરતાં નોંધપાત્ર રીતે ઓછું અને ટ્રેનના ફર્સ્ટ ક્લાસ એસી ભાડાની આસપાસ જ રાખવામાં આવશે, જેથી સામાન્ય મુસાફરો પણ આ સપનાની સવારીની મજા માણી શકશે.
હવાઈ સફર કરતાં પણ વધુ સમયબચત અને સરળ કનેક્ટિવિટી
અમદાવાદ અને મુંબઈ વચ્ચે ૫૦૮ કિલોમીટર લાંબા હાઈ-સ્પીડ કોરિડોર પર બુલેટ ટ્રેન મહત્તમ ૩૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. વર્તમાન સમયમાં મેઇલ અથવા એક્સપ્રેસ ટ્રેનોમાં આ અંતર કાપતા ૬ થી ૭ કલાક જેટલો સમય લાગે છે, જ્યારે વંદે ભારત એક્સપ્રેસમાં પણ મુસાફરીમાં નોંધપાત્ર સમય જાય છે. પરંતુ બુલેટ ટ્રેન દ્વારા આ મુસાફરી માત્ર ૧ કલાક અને ૫૮ મિનિટમાં પૂરી થઈ જશે, જેનાથી મુસાફરોના સીધા ૪ થી ૫ કલાક બચશે. ફ્લાઇટની સરખામણીમાં એરપોર્ટ પ્રોસેસિંગ, સિક્યુરિટી ચેકિંગ અને શહેરથી દૂર આવેલા એરપોર્ટ સુધી જવાનો સમય ગણતા બુલેટ ટ્રેન મુસાફરો માટે સમયની દૃષ્ટિએ વધુ અનુકૂળ અને સીધી શહેરના મધ્યભાગ સુધીની કનેક્ટિવિટી પૂરી પાડશે.
સુરતથી બિલીમોરા વચ્ચે પ્રથમ તબક્કો શરૂ થશે
સમગ્ર પરિયોજનાનું આશરે ૮૦ ટકા જેટલું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. પ્રથમ ચરણમાં ગુજરાતમાં સુરતથી બિલીમોરા વચ્ચેના આશરે ૫૦ કિલોમીટરના ટ્રેક પર ટ્રેન દોડાવવાની યોજના છે, ત્યારબાદ તબક્કાવાર રીતે સમગ્ર ૫૦૮ કિલોમીટરનો રુટ કાર્યરત કરવામાં આવશે. આ સમગ્ર માર્ગ પર કુલ ૧૨ સ્ટેશનો તૈયાર કરવામાં આવી રહૃાા છે, જેના કારણે માત્ર અમદાવાદ અને મુંબઈના મુસાફરો જ નહીં, પરંતુ વચ્ચે આવતા અન્ય મુખ્ય શહેરોના લોકો પણ આ સેવાઓનો લાભ મેળવી શકશે.
મેટ્રો ટ્રેનની જેમ પીક
અવર્સમાં ફેરા વધારવામાં આવશે
બુલેટ ટ્રેનની સેવા માત્ર ઝડપ પૂરતી સીમિત ન રહેતા, તેની આવર્તન ક્ષમતા (ફ્રીક્વન્સી) મેટ્રો ટ્રેન જેવી રાખવાનું આયોજન છે. મુસાફરોની સંખ્યા અને રશ-અવર્સ (પીક ટાઇમ) મુજબ ટ્રેનના ફેરા વધારી કે ઘટાડી શકાશે. આનાથી દૈનિક નોકરીયાત વર્ગ અને બિઝનેસ ટ્રાવેલર્સ માટે સમયસર મુસાફરી અત્યંત સરળ બનશે અને લાંબો સમય સુધી રાહ જોવી પડશે નહીં.
ભાડાનું ગણિતઃ વંદે ભારત અને એસી ફર્સ્ટ ક્લાસની સરખામણી
સૌથી વધુ ઉત્સુકતા ભાડાને લઈને છે. હાલમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે એસી ફર્સ્ટ ક્લાસનું ભાડું આશરે રૂ. ૧,૯૫૦ છે, જ્યારે વંદે ભારત એક્સપ્રેસના એક્ઝિક્યુટિવ ક્લાસનું ભાડું રૂ. ૨,૪૦૫ છે. શરૂઆતના અંદાજ મુજબ બુલેટ ટ્રેનનું ભાડું રૂ. ૩,૦૦૦ ની આસપાસ રહેવાની સંભાવના દર્શાવાઈ રહી છે, જોકે આખરી ભાડા પત્રક ટૂંક સમયમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. રેલવે મંત્રાલયનો હેતુ ભાડું આર્થિક રીતે પોષાય તેવું રાખીને તેને રોજીંદા મુસાફરો માટે એક શ્રેષ્ઠ અને સુલભ વિકલ્પ બનાવવાનો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial