Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઝાખર તથા પોરબંદરના આસામીઓએ કરી હતી રાવઃ
જામનગર તા. ૧૪: બે વાહનના અકસ્માત અંગે વળતર ચૂકવવાનો ઈન્કાર કરનાર વીમા કંપનીઓ સામે અદાલતનો આશરો લેવાયો હતો જેમાં એક કંપનીને રૂ।.૩૦ લાખ અને બીજી કંપનીને રૂ।.૪ લાખ ૭૭ હજાર ચૂકવી આપવા હુકમ થયો છે.
લાલપુર તાલુકાના ઝાખર ગામના દિલીપસિંહ રામસંગ જાડેજાની મોટરમાં ગઈ તા.૨૯-૬-ર૩ના દિને પડાણા પાટીયા પાસે મોટો ટ્રક ટકરાઈ પડતા મોટરમાં ભારે નુકસાન થયું હતું. તેનો ક્લેઈમ વીમા કંપનીએ રદ્દ કર્યાે હતો. તેથી અદાલતમાં દિલીપસિંહે દાવો કર્યાે હતો. તે દાવો ચાલી જતા અદાલતે રૂ।.૪ લાખ ૭૭ હજાર છ ટકા વ્યાજ સાથે અને રૂ।.પ હજાર ત્રાસ બદલ અને રૂ।.૭ હજાર ફરિયાદ ખર્ચ પેટે ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે.
પોરબંદરના ડો. જાવેદ ગફારભાઈની મોટર રાણાવાવ તરફ જતી હતી ત્યારે માર્ગમાં ગાય આડી ઉતરતા મોટર રોડ નીચે ઉતરી ગઈ હતી અને ટોટલ લોસ થઈ ગઈ હતી. તે અંગે વળતર ચૂકવવા વીમા કંપનીએ ઈન્કાર કરતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે વીમા કંપની વીરૂદ્ધ હુકમ કરતા સ્ટેટ કમીશનમાં અપીલ કરાઈ હતી. તે અપીલ ચાલી જતાં સંપૂર્ણ આઈડીવી ની રકમ રૂ।.૩૦ લાખ વ્યાજ સાથે ચૂકવી આપવા અને રૂ।.પ હજાર ફરિયાદ ખર્ચના પણ આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. બંને ફરિયાદમાં વકીલ સોહિલ બેલીમ, સલમાન શેખ, હર્ષિલ રાબડીયા, ફૈઝાન કોરડીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial