Advertisement
Author: નોબત સમાચાર

દરેડમાં એક વૃક્ષ માઁ કે નામ અભિયાન અંતર્ગત ૫૦૦ વૃક્ષોનો મહા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

નવાનગર નેચર કલબ અને બ્રહ્મ એજ્યુકેશન ટ્રસ્ટના ઉપક્રમે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ''એક વૃક્ષ માઁ કે નામ'' અભિયાનથી પ્રેરાઈ નવાનગર નેચર ક્લબ, જામનગર તથા બ્રહ્મ એજ્યુકેશન એન્ડ સોશ્યલ ડેવલપમેન્ટ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે દરેડ સ્થિત પરશુરામધામ, તક્ષશિલા સંકુલમાં ૫૦૦ વૃક્ષોના મહાવૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જામનગર મરીન નેશનલ પાર્કના રેન્જ ફોરેસ્ટ ઓફિસર પી. કે. મોરી, જોડિયા રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર દક્ષાબેન વઘાસિયા, બ્રહ્મસમાજના આગેવાનો તથા બંને સંસ્થાઓના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહૃાા હતા. તમામ મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે નવાનગર નેચર ક્લબના સેક્રેટરી ઉમેશભાઈ થાનકીએ પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરતાં સંસ્થાને રૂ. ૧૦,૨૯૦/-નું અનુદાન અર્પણ કર્યું હતું.

કાર્યક્રમને સફળ બનાવવા તથા ૫૦૦ વૃક્ષોના વાવેતર માટે જરૂરી ખાડાઓ, ખાતર અને અન્ય પૂર્વ તૈયારીઓ કરવામાં ગુણવંતભાઈ ભટ્ટ, ગૌરવ વ્યાસ, ઉત્પલ દવે અને ઉમેશભાઈ થાનકીએ વિશેષ જહેમત ઉઠાવી હતી.

નવાનગર નેચર ક્લબના પ્રમુખ વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સંસ્થા માત્ર વૃક્ષોનું વાવેતર જ કરતી નથી, પરંતુ વાવવામાં આવેલા દરેક વૃક્ષનું નિયમિત જતન અને સંરક્ષણ પણ કરે છે. પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે અને આવનારી પેઢીને હરિયાળું, સ્વચ્છ અને ઓક્સિજનયુક્ત વાતાવરણ મળી રહે તેવા હેતુથી સંસ્થા સતત વિવિધ પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરતી રહે છે.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહાનુભાવો, દાતાઓ, કાર્યકરો તથા સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh