Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વરવાળાના ભાઈ-બહેન સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. ૧૪: દ્વારકા નજીક આવેલા વરવાળા ગામ પાસે આસોપાલવ હોટલ નજીકની સરકારી જગ્યા પર મકાન બની ગયું હોવાની વિગતના આધારે ગઈકાલે ઓખાના સર્કલ ઓફિસર તપાસ તથા નિવેદન માટે જતા તે મકાનમાં રહેતા ભાઈ-બહેને તેમની સાથે બોલાચાલી કરી હતી અને સરકારી કાગળની ફાઈલ ઝુંટવી ધમકી આપી હતી.
દ્વારકાથી ઓખા વચ્ચે આવેલા વરવાળા ગામ નજીક આવેલી આસોપાલવ હોટલ પાસે સરકારી જગ્યામાં રહેણાંક મકાન બનાવી લેવામાં આવ્યું હોવાની વિગતો દ્વારકા જિલ્લાના વહીવટી તંત્રને મળતા ગઈકાલે સાંજે ઓખા સ્થિત સર્કલ ઓફિસરની કચેરીમાંથી એસઓ જીતેન રમેશભાઈ વાઘેલા સ્થળ પર પહોંચ્યા હતા.
ત્યાં તેઓએ સરકારી જગ્યામાં મકાન બનાવેલું જોતા, ત્યાં જઈ નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથ ધરી હતી. તે વેળાએ મકાનમાં હાજર સલીમ હારૂનભાઈ મીર તથા તેના બહેન અમીનાબેન ફારૂકભાઈ પરમારે બોલાચાલી કરી હતી.
ઉપરોક્ત બંને વ્યક્તિએ સર્કલ ઓફિસર જીતેનભાઈ સાથે ઝઘડો કરી ગાળો ભાંડવા ઉપરાંત તેમની પાસે રહેલી દબાણના કેસની સરકારી ફાઈલ આંચકી લીધી હતી અને સલીમે હુમલો કરી છાતીમાં મુક્કા ઝીંકી દીધા હતા. ત્યાંથી જતા રહેવાનું કહી બંને વ્યક્તિએ પતાવી દેવાની ધમકી પણ આપી હતી. દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial