Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મનપા સંચાલિત સ્કૂલના શિક્ષકને સસ્પેન્ડ કરાતા ચકચાર

સોશ્યલ મીડિયાની પોસ્ટ ન ગમી કે ગેરવર્તન જવાબદાર ?

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના એક શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવતા ચકચાર જાગી છે.

જામનગરની નગર પ્રાથમિક શિક્ષક સમિતિ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહી છે. થોડા સમય પહેલા એક શિક્ષિકાને આંતરિક બદલી કેમ્પમાં ભાગ લેવાથી દૂર રાખવામાં આવ્યા હતાં. આ શિક્ષિકાએ મંજુરી વગર અનેક રજા ભોગવી હોવાનો જવાબ આપવામાં આવ્યો હતો. આ વિવાદ હજુ શમ્યો નથી ત્યાં વધુ એક શિક્ષક રામ ગોપાલ મિશ્રાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમાં શાસનાધિકારીએ જણાવ્યું છે કે, આ શિક્ષકને વડી કચેરીની મંજુરી પછી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ આ શિક્ષકે સોશિયલ મીડિયામાં અમુક પોસ્ટ વાયરલ કરી હતી. જે શાસકોને ગમ્યું ન હતું, જો કે અધિકારીના જણાવ્યા મુજબ સોશિયલ મીડિયાની પોસ્ટના કારણે સસ્પેન્ડ કરાયા નથી, પરંતુ તેમના અણછાજતા વર્તનના કારણે સસ્પેન્ડ કરાયા છે. હવે આગામી સમયમાં આ શિક્ષક શિક્ષણ સમિતિ સામે લડત આપી શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh