Advertisement
Author: નોબત સમાચાર

રૂપેણ બંદર પર તીનપત્તી રમતા ત્રણ પકડાયા

ધ્રોલમાંથી બે વર્લીબાજની ધરપકડઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: દ્વારકાના રૂપેણ બંદર પર ગઈકાલે ગંજીપાના વડે જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા છે. જ્યારે ધ્રોલમાંથી બે શખ્સ વર્લીના આંકડા લખતા મળી આવ્યા છે.

દ્વારકા નજીકના રૂપેણ બંદર પર ગઈકાલે સાંજે કેટલાક શખ્સો એકઠા થઈ જુગાર રમતા હોવાની બાતમી પરથી દ્વારકા પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાં આવેલી બાવળની ઝાળીઓમાં ગંજીપાના વડે જુગાર રમતા ભરત શામજીભાઈ વાઘેલા, વિનોદ ત્રિકમભાઈ લોરીયા, ભાવેશ રમેશભાઈ વાસાણી નામના ત્રણ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ.૧૦૭૦૦ રોકડા કબજે કરી ગુન્હો નોંધ્યો છે. ધ્રોલ શહેરની રીઝવી સોસાયટીમાં જીયાપીરની દરગાહ નજીક ઉભા રહી ગઈકાલે વર્લી મટકાના આંકડા લખી ફિરોઝ દાઉદ મરછીયા ઉર્ફે બાડા તથા મોરારદાસ ખંભાલીડા ગામના ભગીરથસિંહ જાડેજા નામના બે શખ્સને પોલીસે પકડી લઈ રૂ.૮૬૦૦ રોકડા, એક મોબાઈલ તથા વર્લી મટકાનું સાહિત્ય કબજે કર્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh