Advertisement
Author: નોબત સમાચાર

કેનેડાની સંસદમાં રજૂ થયું નવું નાગરિકતા બિલઃ રહેઠાણના આધારે મળશે નાગરિકત્વ

ભારતીયો સહિત તમામ ઈમિગ્રેન્ટ્સને થશે લાભ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૦ કેનેડાની સંસદમાં નવું નાગરિકતા બિલ રજૂ થયું છે, જે પસાર થઈ જશે તો ભારતીયો સહિતના ઈમિગ્રેન્ટ્સને લાભ થશે.

કેનેડાના ઇમિગ્રેશન મંત્રી લેના મેટલેજ ડાયાબ દ્વારા ગુરુવારે સંસદમાં રજૂ કરાયેલા નવા નાગરિકતા બિલમાં વારસાગત ધોરણે કેનેડિયન નાગરિકતા મેળવવાના વર્તમાન નિયમને નાબૂદ કરવાની વાત કરવામાં આવી છે. વર્ષ ૨૦૦૯માં રજૂ કરાયેલા નિયમ મુજબ કેનેડાની બહાર જન્મેલા કોઈપણ કેનેડિયન નાગરિકના વિદેશમાં જન્મેલા કે દત્તક લેવાયેલા બાળકને કેનેડાની નાગરિકતા મળતી નહોતી. હવે આ નિયમમાં સુધારો કરવાની રજૂઆત કરાઈ છે.

કેનેડાના વર્તમાન નાગરિકતા કાયદા મુજબ વારસાગત નાગરિકતા ફક્ત કેનેડામાં જન્મેલી પ્રથમ પેઢી સુધી જ મર્યાદિત છે. તેથી કેનેડાની બહાર જન્મેલા કોઈપણ કેનેડિયન નાગરિક પોતાની નાગરિકતા વિદેશમાં જન્મેલા (કે દત્તક લીધેલા) પોતાના બાળકને આપી શકતા નથી. વર્ષ ૨૦૦૯માં સંસદમાં રજૂ કરાયેલા આ કાયદામાં રહેલી ભૂલને સુધારવા માટે બિલ સી-૩ નામે પ્રસ્તાવ રજૂ કરાયો છે.

નવા કાયદા મુજબ માતા-પિતાએ કેનેડા સાથે 'નોંધપાત્ર જોડાણ' દર્શાવવું પડશે. બાળકના જન્મ અથવા દત્તક લેવાયાના ઓછામાં ઓછા ૧,૦૯૫ દિવસ (ત્રણ વર્ષ) પહેલા માતા-પિતાની કેનેડામાં હાજરી હોવી જોઈએ. તેનો અર્થ એ છે કે વિદેશમાં જન્મેલા બાળકોને હવે કેનેડિયન નાગરિક હોવાને બદલે કેનેડામાં રહેઠાણના આધારે નાગરિકતા અપાશે.

અમેરિકામાં ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા ઇમિગ્રેશન નીતિઓને કડક બનાવાતા એની પ્રતિકૂળ અસર ભારતીયોને પડી રહી છે, ત્યારે કેનેડામાં ઇમિગ્રેશન બાબતે થવા જઈ રહેલા આ સુધારાને કારણે ભારતીય ઇમિગ્રન્ટ્સ (સહિત તમામ ઇમિગ્રન્ટ સમુદાયો)ને લાભ થવાની અપેક્ષા છે, કારણ કે કેનેડા સાથે નોંધપાત્ર સંબંધ ધરાવતા કેનેડિયન નાગરિકોના ભારતમાં જન્મેલા સંતાનો હવે સી-૩ બિલના આધારે કેનેડિયન નાગરિકતા માટે પાત્ર બનશે. આ લાભ પ્રથમ પેઢી પછી વિદેશમાં દત્તક લેવાયેલા બાળકોને પણ મળશે.

આ પ્રસ્તાવિત બિલ હાલમાં કાયદાકીય સમીક્ષા હેઠળ છે. તેને કાયદો બનવા માટે ત્રણ રેટિંગ પસાર કરવા પડશે અને પછી શાહી સંમતિ મેળવવી પડશે. એમ થઈ જાય તો કેનેડાની સરકાર આ બિલને શક્ય એટલું ઝડપથી લાગુ કરવા ઈચ્છુક છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh