Advertisement
Author: નોબત સમાચાર

ભાઈએ સગાઈ તોડાવી નાખતા વ્યથિત યુવાને ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું

તળાવમાં ઝંપલાવી લેનાર મહિલાની ઓળખ માટે તજવીજઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: ઓખામાં રહેતા એક યુવાનની તેના ભાઈએ સગાઈ તોડાવી નાખતા બંને ભાઈ વચ્ચે થયેલી બોલાચાલી પછી માઠું લાગી આવતા આ યુવાને ગઈકાલે ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધું છે. લાખોટા તળાવમાં એક અજાણ્યા મહિલાએ અકળ કારણથી કૂદી જઈ જિંદગીનો અંત આણ્યો છે. પોલીસે બંને બનાવની તપાસ હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલી નવીનગરીમાં ક્રિકેટ મેદાન પાસે રહેતા અલ્તાફહુસેન હનીફભાઈ મુકાદમ (ઉ.વ.ર૩) નામના યુવાને ગઈકાલે બપોરે અઢી વાગ્યા પછીના સમયે પોતાના દંગામાં વજનકાંટાની કેંચીમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ બાબતની રાત્રે નવેક વાગ્યે તેમના પરિવારને જાણ થઈ હતી. આ યુવાનને નીચે ઉતારી ચકાસવામાં આવતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. ફૈયાઝ હનીફભાઈ મુકાદમે પોલીસને જાણ કરી છે. વધુમાં જાણવા મળ્યા મુજબ અલ્તાફહુસેનની થોડા સમય પહેલાં એક યુવતી સાથે સગાઈ થઈ હતી. તે સંબંધ તેના ભાઈએ તોડાવી નાખતા બંને વચ્ચે બોલાચાલી થયા પછી અલ્સીફા નામના દંગામાં જઈ અલ્તાફહુસેને ગળાફાંસો ખાઈ લીધો હતો. પોલીસે નિવેદનની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

જામનગરના લાખોટા તળાવના ગેઈટ નં.૭ અને ૮ની વચ્ચેથી તળાવના ભાગમાં ગઈકાલે સવારે ત્રીસેક વર્ષના એક અજાણ્યા મહિલાએ છલાંગ લગાવી હતી. આ મહિલાને ફાયરબ્રિગેડના સ્ટાફે બહાર કાઢયા હતા. તે પહેલાં વધુ પડતું પાણી પી જવાથી આ મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. સમાજ સેવક વિક્રમસિંહ ભીખુભા ઝાલાએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh