Advertisement
Author: નોબત સમાચાર

દામજીભાઈ સામજીભાઈ નકુમ અને તેની પેનલ સૂર્યાવદર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બિનહરિફ

નિવૃત્ત પીએસઆઈ અને ગામના અગ્રગણ્ય

                                                                                                                                                                                                      

રાવલ તા. ૧૦: રાવલની નજીક સાની ડેમ પાસે આવેલી સૂર્યાવદર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ અને પેનલ સામે કોઈ ફોર્મ નહીં ભરાતા બિનહરિફ જાહેર થશે.

ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ગઈકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. સવારે રાવલની નજીક સાની ડેમ પાસે આવેલી સૂર્યાવદર ગ્રામ પંચાયતની ચૂંટણીના સરપંચ પદ માટે નિવૃત્ત પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને ગામના અગ્રગણ્ય નાગરિક દામજીભાઈ સામજીભાઈ નકુમે ગ્રામજનોના આગ્રહથી ફોર્મ ભર્યું હતું અને તેની સામે કોઈ ઉમેદવાર ઊભો નહીં રહેતા તેઓ વિધિવત જાહેરાત થશે, ત્યારે બિનહરિફ જાહેર થશે.

આ માહિતી આપતા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના મંત્રી કેતનભાઈ બુદ્ધભટ્ટીએ 'નોબત' સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, દામજીભાઈની કલ્યાણપુર તાલુકાના પીએસઆઈ તરીકે તથા તે પહેલાની પોલીસ વિભાગની સેવાઓ દરમિયાન તેઓએ નિષ્ઠાપૂર્વક ફરજો તો બજાવી જ હતી, સાથે સાથે 'પોલીસ પ્રજાનો મિત્ર' છે, તે સૂત્ર સાર્થક થાય, તેવી રીતે સામાન્ય લોકોને પણ મદદરૂપ થયા હતાં. આ કારણે ગ્રામજનોને પણ વિશ્વાસ છે કે તેઓ સૂર્યાવદરના વિકાસ અને લોક-કલ્યાણ માટે સમર્પિત રહેશે.

તેમણે કહ્યું કે સૂર્યાવદર ગ્રામ પંચાયતના સભ્યોની ચૂંટણી માટે દામજીભાઈની પેનલ સામે પણ કોઈ ફોર્મ નહીં ભરાતા દામજીભાઈની પેનલ પણ બિનહરિફ થશે, તેથી ગ્રામ વિકાસ અને જનકલ્યાણના કામોને વધુ વેગ મળશે.

સૂર્યાવદર ગ્રામ પંચાયતના અઢી હજાર જેટલા મતદારોએ એકમતે દામજીભાઈ અને તેની પેનલને બિનહરિફ તથા ગ્રામ પંચાયતને સમરસ કરવાનો જે નિર્ણય લીધો તે બદલ દામજીભાઈએ પણ ગ્રામજનોની ગ્રામ વિકાસની તમામ અપેક્ષાઓ પૂર્ણ કરવા તથા ગામ, તાલુકા અને જિલ્લા કક્ષા સુધી સેવાઓ માટે તેઓ સમર્પિત રહેશે, તેવો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો.

ઉપસરપંચ પણ બિનહરીફ

સૂર્યાવદર ગ્રામ પંચાયતના સરપંચ ઉપરાંત ઉપસરપંચ તરીકે મેરામણભાઈ વારોતરીયા સામે પણ કોઈ ફોર્મ ભરાયું નહીં હોવાથી તેઓ બિનહરીફ રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh