Advertisement
Author: નોબત સમાચાર

નગરમાં ચાર વર્ષના બાળક સહિત ગઈકાલે નવા ૧૧ કેસ નોંધાયા

જામનગર જિલ્લામાં વધી રહેલુ સંક્રમણ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગર શહેરમાં કોરોના વાઇરસ બેકાબૂ બન્યો છે. ગઈકાલે ફરી વખત ગતિ પકડી હોય તેમ એક જ દિવસમાં વધુ ૧૧ કેસ નોંધાયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ એક કેસ નોંધાયો છે. શહેર વિસ્તાર ના ૧૧ કેસમાંથી ૬ મહિલા અને પાંચ પુરુષનો સમાવેશ થાય છે. આ તમામને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યાં છે. શહેરમાં હાલની સ્થિતએ કુલ ૫૫ એક્ટિવ કેસ છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ એક્ટિવ કેસ છે.

જામનગર શહેરમાં કોરોનાના કેસની સંખ્યા દરરોજ સતત વધી રહી છે. જામનગરના શહેરી વિસ્તાર માં ગઈકાલે વધુ ૧૧ કેસ નોંધાયા છે. જેમાં ડેન્ટલ કોલેજનો ૨૨ વર્ષનો તબીબી વિદ્યાર્થી સમર્પણ હોસ્પિટલ ક્વાટરમાં રહેતા એક પરિવારની ૧૭ વર્ષની તરુણી, ૫૮- દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા એક પરિવારનો ચાર વર્ષના પુત્ર, આર્યસમાજ માર્ગે રહેતો ૨૩ વર્ષનો યુવાન, લીમડાના વિસ્તારમાં જતા ૪૫ વર્ષના મહિલા., ઓશવાળ ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડીંગમાં રહેતા ૪૦ વર્ષના મહિલા, પટેલ કોલોનીમાં રહેતા ૩૩ વર્ષના મહિલા, હવાઇ ચોક વિસ્તારના ૪૦ વર્ષના મહિલા, વાલકેશ્વરી નગરી વિસ્તારના ૪૧  વર્ષના મહિલા, કુબેર પાર્ક વિસ્તારના ૪૧ વર્ષના પુરુષ અને સંદીપ સોસાયટીના ૨૮ વર્ષના પુરુષનો સમાવેશ થાય છે.

આ તમામને હોમ આઈસોલેશનમાં જ સારવાર આપવામાં આવી રહી છે. જામનગર શહેરમાં ગઇકાલની સ્થિતિએ કુલ ૫૫ એક્ટિવ કેસ છે.

જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં એક પણ દર્દી સારવાર હેઠળ નથી. જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે ચંદ્રગઢ ગામના એક ૩૮ વર્ષના પુરુષનો કેસ નોંધાયો છે. આમ ગ્રામ્ય વિસ્તારમાં હાલની સ્થિતિએ ત્રણ એક્ટિવ કેસ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh