Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા વિવિધ પ્રયોગો
રાજકોટ તા. ૯: રાજકોટ રેલવે ડિવિઝનમાં વિશ્વ પર્યાવરણ દિનની થીમને અનુરૂપ 'પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડો' અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેના અંતર્ગણ ઘણી પ્રભાવશાળી ગતિવિધિઓ આયોજિત કરવામાં આવી હતી. યાત્રીઓને એકવાર ઉપયોગમાં લેવાની પ્લાસ્ટિકની બોટલોના નિકાલ અને સ્ટેશનો પર કચરો ઓછો કરવા માટે પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીનોનો ઉપયોગ કરવા માટે શિક્ષિત અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હ તાં. એકવાર ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા માટે ફૂડ સ્ટોલ અને વોટર રિફિલ પોઈન્ટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત રેલવે સ્ટેશનો પર જાહેર ઘોષણાઓ દ્વારા યાત્રીઓને પોતાની બોટલોમાં પાણી પરવા અને પ્લાસ્ટિકની બોટલોના ઉપયોગને સીમિત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. ઓનબોર્ડ કેટરિંગ સેવાઓને પણ પર્યાવરણને અનુકૂળ વિકલ્પ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. અન્ય પહેલોમાં એક જ વાર ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકના બદલે અન્ય વિકલ્પોને પ્રોત્સાહન આપવા માટે નુક્કડ નાટકનું આયોજન અને કર્મચારીઓ સાથે ઈન્ટરેક્ટિવ જાગૃતિ સત્રોનું આયોજન થયું હતું. આ ઉપરાંત ફૂડ સ્ટોલ વિક્રેતાઓ અને કર્મચારીઓને માઈક્રોપ્લાસ્ટિક પ્રદૂષણને ઘટાડવા વિશે જાગૃત કરવામાં આવ્યા હતાં તથા વધુ સ્થળો પર સ્વચ્છતા અભિયાન ચાલુ રાખવામાં આવ્યું હતું.
આ પહેલને ચાલુ રાખતા આ સમયગાળા દરમિયાન અભિયાન પણ ચલાવવામાં આવ્યા જેમાં રેલવે કોલોનીઓના જાળવણી, રેલવે પરિસરોમાં બગીચાઓ અને પાર્કો, અપશિષ્ટ વ્યવસ્થાપન અને સમુદાયિક સહભાગિતા જેવા મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન રાજકોટ ડિવિઝને ઘણી પ્રવૃત્તિઓનું આયોજન કર્યું, જેમાં રેલવે સ્ટેશનોની આસપાસના પાર્કોને જાળવવા, રેલવે કોલોનીઓમાં હરિયાળી અને પાર્કોની જાળવણી માટે વિશેષ અભિયાન સામેલ છે. આ ઉપરાંત પર્યાવરણીય જાગૃતિ ફેલાવવા માટે નુક્કડ નાટક આયોજિત કરવામાં આવ્યા હતાં અને સ્ટેશનો, પાટા, કોલોનીઓ અને આસપાસના વિસ્તારોમાં સામૂદાયિક ભાગીદારી સાથે સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યા હતાં.
રેલવે કર્મચારીઓના બાળકો માટે 'ટકાઉ પર્યાવરણ' વિષય પર ડ્રોઈંગ અને નિબંધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. અન્ય પ્રવૃત્તિઓમાં ટકાઉ પ્રથાઓ અને અપશિષ્ટ વ્યવસ્થાપન પર તાલીમની સાથે સાથે રેલવે યાત્રીઓ વચ્ચે કપડા-જૂટના બેગનું વિતરણ સાહેલ હતું. આ ઉપરાંત વિવિધ સ્ટેશનો પર ડિજિટલ અને પેપરલેસ ટિકિટિંગને પ્રોત્સાહન આપવામાં આવ્યું. 'એક સ્ટેશન એક ઉત્પાદન' યોજના હેઠળ વાંસના ટ્રુથબ્રશ અને લીમડાના કાંસકા જેવા પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનોને વેંચાણ માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. રાજકોમાં સ્થિત ડિવિઝનલ રેલવે હોસ્પિટલ દ્વારા એક પ્લાસ્ટિક પ્રદૂષણ દૂર કરવાના વિષય પર નુક્કડ નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિક પ્રદૂષણ દૂર કરવાના વિષય પર જાગૃતિ લાવવા માટે રેલવે કર્મચારીઅના બાળકો માટે નિબંધ અને ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમ જનસંપર્ક કાર્યાલય, પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝનની યાદી જણાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial