Advertisement
Author: નોબત સમાચાર

જગતમંદિરમાં મહિલાઓના મંગળસૂત્ર તથા ચેઈનની ઉઠાંતરી કરતી ૧પ મહિલાની અટક

રૂ।.૮ લાખ ૪૦ હજારનો મુદ્દામાલ કબજે કરાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: દ્વારકા સ્થિત જગતમંદિરમાં દર્શનાર્થે આવતા મહિલાઓના સોનાના ચેઈન, મંગળસૂત્ર સેરવી લેતી રાજસ્થાનની ગેંગના ૧પ મહિલાને પોલીસે પકડી પાડી રૂ।.૮ લાખ ઉપરાંતનો મુદમાલ કબજે કર્યાે છે.

દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામમાં રહેતા એક મહિલા થોડા દિવસ પૂર્વે દ્વારકા આવ્યા પછી જગતમંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. જ્યાં ભીડનો લાભ લઈને કોઈ મહિલાએ તેમના ગળામાંથી રૂ।.૨ લાખ ૪૦ હજારની કિંમતનો સોનાનો ચેઈન સેરવી લીધો હતો. તે જ રીતે અન્ય દર્શનાર્થી મહિલાઓના ગળા પણ અડવા કરી નખાયાની ફરિયાદો પોલીસ સુધી પહોંચી હતી.

ઉપરોક્ત ગુન્હાઓની તપાસ માટે ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા અપાયેલી સૂચનાના પગલે પીએસઆઈ બારસીયા તથા સ્ટાફે કેટલાક સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા અને બાતમીદારોને એક્ટિવેટ કર્યા હતા. જેના પગલે ઉઠાંતરીમાં રાજસ્થાનની મહિલા ગેંગ સંડોવાઈ હોવાનું જણાઈ આવ્યું હતું.

રાજસ્થાનના રહેવાસી કુમકુમ કિશન જાટપ, મંજુ સંજય જાટપ, મીથીલેશ મદનસિંગ જાટપ, સાવિત્રી લક્ષ્મણ, ઉર્મિલા લક્ષ્મણ, ઓમવતી સુરજનસિંગ, કાલી સતિષ, રજની સુરેન્દ્રસિંગ, સુનિતા બાલા બાવરી, સંજના રવિ બાવરી, રૂમા રાજવીર, મીનારાની રતનસિંગ, જ્ઞાનદેવી ગણેશી બાવરીયા, મંજુ ઉત્તમરામ, વિરવતી જાટપ નામની ૧પ મહિલાઓની અટકાયત કરી પૂછપરછ કરાતા આ મહિલાઓએ ઉઠાંતરીની કબૂલાત આપવા ઉપરાંત સોનાના ત્રણ ચેઈન અને એક મંગળસૂત્ર કાઢી આપ્યું છે. પોલીસે રૂ।.૮ લાખ ૪૦ હજાર નો મુદ્દામાલ કબજે કર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh