Advertisement
Author: નોબત સમાચાર

શિક્ષણ ક્ષેત્રે ખાલી જગ્યાઓ ભરવામાં ભારે નિઃરસતાઃ ગ્રાન્ટેડ શાળાઓમાં ૪૫૬૫ જેટલી વહીવટી જગ્યાઓ ખાલી

ગુજરાતની ભાજપ સરકાર દ્વારા

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૯: ગુજરાત રાજયમાં ૨૦૦૯થી રાજયની ગ્રાન્ટેડ શાળાઓમાં વહીવટી કર્મીઓની ભરતી જ થઈ નથી, જેથી હાલ શાળાઓમાં જુનિયર ક્લાર્કની ર૭રર જગ્યા, સિનિયર ક્લાર્કની ૧૨૬૬ જગ્યાઓ, હેડકલાર્કની પ૪૬ જગ્યાઓ તથા ઓફિસ સુપ્રિ.ની ૩૧ મળીને ૪પ૬પ જેટલી જગ્યાઓ ખાલી છે. સ્થિતિ એવી છે કે, એક જ ક્લાર્કવાળી કેટલીએ શાળામાં ક્લાર્ક નિવૃત્ત થયા પછી ૧૦/૧પ વર્ષથી જગ્યા જ ભરાઈ નથી.

ર૦૧૦ માં સંચાલક મંડળ હાઈકોર્ટમાં આ પ્રશ્ને જતાં જે તે સમયના શિક્ષણમંત્રીએ હાઈકોર્ટની અરજી પરત ખેંચો તો ક્લાર્ક પટાવાળાની ભરતી મંજૂરી આપવાનું જણાવેલ હતું. આ અરજી ખેંચાયાને ૧૬ મું વર્ષ ચાલે છે, પણ હજુ ન્યાય મળેલ નથી. ભરતીની મંજૂરી નથી મળી.

જ્યાં ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં બે વર્ગો વાળી શાળામાં પણ એક ક્લાર્ક એક પટાવાળાની નિમણૂક થાય તે માટે યોગ્ય કરવાની માંગણી ગુજરાત રાજય શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh