Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના જ્ઞાનગંગા અને ગોકુલનગર ઈએસઆરના વિસ્તારોમાં આજે પાણી વિતરણ બંધ

બીજા દિવસે પ્રથમ બંધ રહેલ ઝોનમાં જળ વિતરણઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરના જ્ઞાન ગંગા અને ગોકુલનગર ઈએસઆર વિસ્તારમાં આજે શુક્રવારે પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે. આજે જે વિસ્તારમાં પાણી ન મળે તેને આવતીકાલે પાણી વિતરણ થશે તેમ મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.

જામનગર મહાનગર પાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા આજે તા. ૯-૧-ર૦ર૬, શુક્રવારના જ્ઞાનગંગા ફીલ્ટર પ્લાન્ટમાં ફ્લોક મોડ્યુઅલમાં વર્જીન પી.વી.સી. એંગલ બદલાવવાનું તેમજ સસોઈ ડેમથી આવતી ૭૦૦ એમ.એમ. ડાયાની રાઈઝીંગમેન પાઈપલાઈનનું નાઘેડી ફીલ્ટર પ્લાન્ટમાં જતી ૭૦૦ એમ.એમ. ડાયા.ની નવી પાઈપલાઈન સાથે જોડાણ કામ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે સસોઈ ડેમ શટડાઉન લેવામાં આવ્યું હોય, જેથી જ્ઞાનગંગા ફીલ્ટર પ્લાન્ટ સંલગ્ન જ્ઞાનગંગા તથા ગોકુલનગર ઈ.એસ.આર. હેઠળના વિસ્તારોમાં તા. ૯-૧-ર૦ર૬ ના શુક્રવારના પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે. ગોકુલનગર ઝોન 'એ' હેઠળ આવતા વિસ્તારો ગોકુલનગર, મથુરાનગર, લક્ષ્મીનગર, પ્રજાપતિ, દલવાડી સોસાયટી, સોમનાથ સોસાયટી, વૃંદાવન-૧, ર દ્વારકાધીશ સોસાયટી, રામનગર, અયોધ્યાનગર, મારૂતિનગર, સરદારનગર સરદાર પાર્ક, દ્વારકેશ વિલા, દ્વારકેશ-૧ થી ૪, માધવનગર, ૧, ર, ૩, પ, ૬, મહાલક્ષ્મી પાર્ક, પ્રણામી ટાઉનશીપ, ખોડિયાનગર વિગેરે વિસ્તારો તેમજ જ્ઞાનગંગા ઝોન હેઠળ આવતા વિસ્તારો ધોરીવાવ, શીવધારા-૧, ર, ૩, ૬, ૭, ખોડિયાર વીલા, શ્રીરાજપાર્ક, ખોડલગ્રીન્સ, જે.જે. કબીર, શ્રીજી પાર્ક, યોગીધામ, જયહરિ પાર્ક, ઓમ પાર્ક, જ્યોતી પાર્ક ૧, ર, ખોડલવીલા, જે.જે. જશોદાનાથ-૧, ર, ક્રિષ્ના પાર્ક, નીલગીરી વિગેરે વિસ્તારોમાં આજે પાણી વિતરણ બંધ રહેશે.

બીજા દિવસે પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે તથા એ પછીના દિવસે રૂટીન લગત ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે, તેમ કાર્યપાલક ઈજનેર, વોટર વર્કસ શાખા, જામનગર મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh