Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કામના સ્થળે જાતિય સતામણી, 'પોશ અધિનિયમ' સહિતના વિષયે કાનૂની માર્ગદર્શનઃ
ખંભાળિયા તા.૯: કલ્યાણપુર સરકારી વિનયન કોલેજમાં મહિલાઓ માટે કાયદાકીય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં સરકારી વિનયન કોલેજમાં કામકાજના સ્થળે સ્ત્રીઓની જાતિય સતામણી (અટકાવ, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ ૨૦૧૩ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહિલાઓને તેમના કાયદાકીય અધિકારો અંગે માહિતગાર કરીને કાર્યસ્થળે સુરક્ષિત, સન્માનજનક અને ભયમુક્ત વાતાવરણનું મહત્ત્વ સમજાવાયું હતું તથા જાતિય સતામણી જેવી ઘટનાઓના કિસ્સામાં શું કાર્યવાહી કરવી તેની સમજ પૂરી પાડવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન દહેજ પ્રતિબંધક અને સંરક્ષણ અધિકારી પી.પી. જાદવે કામકાજના સ્થળે જાતિય સતામણીના વિવિધ સ્વરૂપ, તેની ઓળખ તેમજ મહિલાઓને પડતી સમસ્યાઓના કાયદેસર નિવારણ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે દહેજ પ્રતિબંધ અધિનિયમ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત ઘરેલું હિંસાના કિસ્સામાં કેવી સહાય અને ઉપાયો ઉપલબ્ધ છે તેની સંપૂર્ણ માહિતી આપી હતી.
તાલુકા કાનૂની સેવા સત્તા સમિતિ તરફથી પધારેલ સાગરભાઈ બેલાએ પોશ અધિનિયમ ૨૦૧૩ની કાયદાકીય જોગવાઈઓ વિશે વિગત આપી હતી. આ અધિનિયમ અંતર્ગત દરેક સંસ્થા/ કાર્યાલયમાં આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત છે. કોઈપણ પ્રકારની જાતિય સતામણી સામે મહિલાને લેખિત ફરિયાદ કરવાનો અધિકાર છે અને ફરિયાદની તપાસ નિશ્ચિત સમયમર્યાદામાં ગોપનીય રીતે કરવાની કાયદાકીય ફરજ નક્કી કરવામાં આવી છે, તેમજ ફરિયાદકર્તાને કોઈપણ પ્રકારના ભેદભાવ કે બદલો લેવાથી કાયદો રક્ષણ આપે છે.
આ ઉપરાંત આઈસીડીએસ શાખાના ડિસ્ટ્રિક્ટ પુર્ણા કન્સલ્ટન્ટ દ્વારા સ્ત્રીઓ અને કિશોરીઓમાં પોષણ સંબંધિત સમસ્યાઓ, તેના નિવારણ, સંતુલિત આહાર તથા આરોગ્યની મહત્ત્વતા અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર દિવ્યાબેન બારડ દ્વારા મહિલાઓ માટે અમલમાં રહેલી સરકારની વિવિધ યોજનાઓ, કાયદાકીય સહાય અને સશક્તિકરણના ઉપાયો અંગે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ તૃષ્ટિ તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકના પ્રકલ્પોના કર્મચારીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial