Advertisement
Author: નોબત સમાચાર

રોડ ક્રોસ કરતા પ્રૌઢને બાઈકની ટક્કર સારવારમાં ખસેડાયા પછી થયું મોત

ભેનકવડમાં બાઈકચાલકનો પગ કપાઈ ગયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરના રણજીતસાગર રોડ પર મારૂ કંસારા હોલ પાસે ગઈકાલે બપોરે રોડ ક્રોસ કરતા એક પ્રૌઢને મોટરસાયકલે ઠોકર મારતા ગંભીર ઈજા પામેલા આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ભાણવડના ભેનકવડની સીમમાં બાઈકચાલકને બોલેરો પીકઅપ વાને ટક્કર મારી દેતાં પગ કપાઈ ગયો છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા મારૂ કંસારા હોલ નજીકથી ગઈકાલે બપોરે દેવશીભાઈ રાણાભાઈ મારૂ નામના પ્રૌઢ ચાલીને જતા હતા ત્યારે તેઓએ રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કર્યાે હતો.

આ વેળાએ અચાનક પુરપાટ ઝડપે જીજે-૧૦-ડીએસ ૭૪૪૯ નંબરનું મોટરસાયકલ ધસી આવ્યું હતું. તેના ચાલકે બેફિકરાઈથી ડ્રાઈવીંગ કરી દેવશીભાઈને હડફેટે લેતા રોડ પર પછડાયેલા આ પ્રૌઢને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. તેઓને સારવાર માટે ખસેડવાની તજવીજ કરાયા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. દરેડ પાસે માધવ ટાઉનશીપમાં રહેતા તેમના ભાઈ શાંતિલાલ મારૂએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ભાણવડ તાલુકાના ભેનકવડ ગામમાં રહેતા પંકજભાઈ કરશનભાઈ કદાવલા નામના યુવાન મંગળવારે સાંજે ભેનકવડની સીમમાંથી બાઈક પર જતા હતા ત્યારે જીજે-૭-યુયુ ૪૩૯૯ નંબરની બોલેરો પીકઅપ વાનના ચાલકે તેઓને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં પંકજભાઈનો પગ કપાઈ ગયો છે અને માથામાં ઈજા થઈ છે. તેમના પિતા કરશનભાઈ વજશીભાઈ કદાવલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh