Advertisement
Author: નોબત સમાચાર

શંકરટેકરીમાં એક મહિલા સાથે વાત કરતો હોવાની શંકાથી બે પાડોશી વચ્ચે બબાલઃ સામસામી ફરિયાદ

સંયુક્ત જમીનના વેચાણમાંથી રૂ।.અઢી લાખની બાકી રકમની ઉઘરાણી કરતા ધમકી મળીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: લાલપુરના પીપળીમાં એક આસામીએ સંયુક્ત જમીનના વેચાણમાંથી આવેલી રકમમાંથી પોતાને લેવાની રકમ માંગતા સસરા-જમાઈએ તલવાર બતાવી ધમકી આપી હતી. જ્યારે શંકરટેકરીમાં સુભાષપરામાં ગઈકાલે બે પાડોશી વચ્ચે ડખ્ખાની સામસામી ફરિયાદ કરાઈ છે. એક જૂથે છ મહિલા સહિત અગિયાર સામે અને બીજા જૂથના શખ્સે પાંચ શખ્સ સામે રાવ કરી છે.

લાલપુર તાલુકાના પીપળી ગામમાં વસવાટ કરતા ભાવેશભાઈ પ્રતાપભાઈ ગોરાણીયા તથા રામભાઈ ગોગનભાઈ ગોરાણીયા નામના બે આસામીની સંયુક્ત ભાગની ખેતીની જમીન આવેલી છે. તે જમીનનું થોડા સમય પહેલાં કરવામાં આવ્યું હતું.

તેની આવેલી રકમમાંથી ભાવેશભાઈએ રૂ।.અઢી લાખ લેવાના બાકી હતા. તેની ઉઘરાણી રામભાઈ પાસે કરાતા ગઈકાલે સવારે રામભાઈએ પોતાના જમાઈ રાજુ સાજણભાઈ ઓડેદરાને બોલાવ્યા હતા. તે પછી બંને વ્યક્તિ સ્કોર્પિયોમાં ભાવેશભાઈના ખેતરે આવ્યા હતા અને બોલાચાલી કર્યા પછી રાજુભાઈએ મોટરમાંથી તલવાર કાઢી ગાળો ભાંડી હતી અને રામભાઈએ ઘરમાંથી તલવાર લાવી હવે પૈસા માંગીશ તો પતાવી દઈશ અને ખોટા કેસમાં ફસાવી દઈશ તેમ કહી ધમકી આપી હતી. લાલપુર પોલીસ મથકમાં તેની ફરિયાદ કરાઈ છે.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં વસવાટ કરતા અમીનાબેન શેરમામદ નોઈડાએ પાડોશમાં જ રહેતા વિજય કેશુભાઈ વરાણીયા, અજય વિજયભાઈ, બેનાબેન રોહિતભાઈ લીંબડ, કાજલબેન રાહુલભાઈ, રોહિત લીંબડ, સીમાબેન વિજયભાઈ, જયેશ ગોરધનભાઈ દીહોરા, રાહુલ રાજેશભાઈ, વાસંતીબેન દેવજીભાઈ, પૂજાબેન રાજેશભાઈ, જશુબેન સુરેશભાઈ પરમાર સામે ધોકા, છરી, પાઈપ ધારણ કરી ટોળુ બનાવી તેઓના ઘરમાં પ્રવેશ કરી તોડફોડ કરવા અંગે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે છ મહિલા સહિત અગિયાર સામે ગુન્હો નોંધ્યો છે. અમીનાબેને ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમની પુત્રવધૂ સામાપક્ષના જગદીશ સાથે અગાઉ વાત કરતી હતી પરંતુ હાલમાં બોલાવતી ન હતી તેમ છતાં તેનો શક રાખી હુમલો કરાયો હોવાનું જણાવ્યું છે.

તે ફરિયાદની સામે અભય ઉર્ફે પ્રફુલ વિજયભાઈ વરાણીયાએ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યા મુજબ તેના ભાઈ જગદીશને અગાઉ અમીનાબેનના પુત્ર સાહુની પત્ની સાથે સંબંધ હતો. તે સંબંધ પૂરો થઈ ગયા પછી પણ હજુ જગદીશ તે મહિલા સાથે વાતો કરતો હોવાની શંકા રાખી ગઈકાલે સાહુ સંધી, હાર્દિક આહિર, જયદીપસિંહ જાડેજા, નીતિન દિનેશભાઈ સીંગરખીયા અને એક અજાણ્યા શખ્સે છરી, ધોકા, પાઈપ સાથે રાખી અભયના ઘર પાસે આવી બંને ભાઈને ગાળો ભાંડી ઘર પર પથ્થર તથા સોડા બોટલના ઘા કર્યા હતા અને ઘરની બહાર પડેલા વાહનોમાં નુકસાની સર્જી હતી. પોલીસે આ ફરિયાદ પણ રજીસ્ટરે લીધી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh