Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... બુધવારે શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ ૭૧ પોઈન્ટના ઉછાળા સાથે ૭૮૬૫૪ના સ્તરે હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૫૭ પોઈન્ટની ઉછાળા સાથે ૨૩૮૪૫ના સ્તરે કામકાજ કરી રહ્યો હતો,જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૮૬ પોઈન્ટની ઉછાળા સાથે ૫૦૬૦૫ના સ્તરે કામકાજ કરી રહ્યો હતા.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વને ટેરિફ વોરની આક્રમક ચીમકી આપીને તાજેતરમાં કેનેડા અને મેક્સિકો પર ૨૫ % અને ચાઈના પર ૧૦% એડીશનલ ટેરિફ લાદ્યા બાદ વાટાઘાટ થકી કેનેડા અને મેક્સિકો પર હાલ તુરત એક મહિના માટે ટેરિફ અમલને બ્રેક લગાવતાં અને બીજી તરફ ચાઈના પર ૧૦% ટેરિફમાં કોઈ ફેરફાર નહીં કરતાં સામે ચાઈનાએ અમેરિકાની ચીજોની આયાત પર ટેરિફ લાદતા અને ગુગલ મામલે તપાસના આદેશ છોડતાં એડવાન્ટેજ ઈન્ડિયા બન્યું હોય એમ આજે ભારતીય શેર બજારોમાં ફંડોએ ખરીદી કરી હતી.
ભારતીય ઈક્વિટીસમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની સતત વેચવાલી જ્યારે ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની સતત ખરીદીને પગલે બન્ને વચ્ચે દેશના ઈક્વિટી હોલ્ડિંગનો તફાવત સતત ઘટી રહ્યો છે અને ડીઆઈઆઈ પાસે ઈક્વિટીસનું હોલ્ડિંગ એફઆઈઆઈના હોલ્ડિંગને પાર કરી જવાની તૈયારીમાં છે. આ ગાળામાં રિટેલ રોકાણકારોનું હોલ્ડિંગ વધી વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું.ડિસેમ્બર ત્રિમાસિકના અંતે એફઆઈઆઈ તથા ડીઆઈઆઈ વચ્ચે ઈક્વિટીસ હોલ્ડિંગનું અંતર અત્યારસુધીની નીચી સપાટીએ જોવા મળ્યું હતું. એનએસઈમાં લિસ્ટેડ શેરોમાં વિદેશી રોકાણકારોનું હોલ્ડિંગ ડિસેમ્બર ત્રિમાસિકમાં ઘટી ૧૭.૨૩% સાથે ૧૨ વર્ષની નીચી સપાટીએ રહ્યું હતુ ં જ્યારે ડીઆઈઆઈ પાસે હોલ્ડિંગ વધી ૧૬.૯૦ ટકા પહોંચી ગયું હતું.
શરૂઆતના વેપારમાંના ટોપ ગેઇનર્સમાં ટીસીએસ, લાર્સેન, એચડીએફસી એએમસી, કોલ્પાલ,ગ્રાસીમ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લ્યુપીન, એસીસી, કોટક મહિન્દ્રા બેન્ક, ઈન્ફોસીસ, સન ફાર્મા, ટેક મહિન્દ્રા, રિલાયન્સ ઇન્ડ., ભારતી ઐરટેલ હવેલ્લ્સ, સિપ્લા, ગ્લેનમાર્ક ફાર્મા, બાટા ઇન્ડિયા જેવા શેરમાં વધારો જોવા મળ્યો હતો. ટોપ લુઝર્સમાં ભારત ફોર્જ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, લોધા, ટાટા કન્ઝ્યુમર, એસબીઆઈ કાર્ડ્સ જેવા શેરમાં ઘટાળો જોવા મળ્યો હતો.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૪%ના ઘટાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૭૫% વધીને અને નેસ્ડેક ૧.૩૭% ઘટીને સેટલ થયા હતા.બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૦% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં બુધવારે કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૬૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૬૭૩ અને વધનારની સંખ્યા ૨૪૬૩ રહી હતી,૧૩૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૬૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા.... મિત્રો, બજેટમાં રાજકોષીય શિસ્ત જાળવીને વપરાશ વધારવાના પગલાંની જાહેરાત કર્યા બાદ હવે અર્થતંત્રને વેગ આપવા માટે પગલાં લેવાનો કેન્દ્રીય બેંકનો વારો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ૬ સભ્યોની મોનેટરી પોલિસી કમિટી લગભગ ૫ વર્ષમાં પ્રથમ વખત રેપો રેટમાં ઘટાડો કરી શકે છે. આગામી નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થઈ શકે છે. આરબીઆઈ ૭ ફેબ્રુઆરીએ નાણાકીય સમીક્ષા અંગેના નિર્ણયની જાહેરાત કરશે. મોનેટરી પોલિસી કમિટીએ મે ૨૦૨૨ અને ફેબ્રુઆરી ૨૦૨૩ વચ્ચે રેપો રેટમાં ૨૫૦ બેસિસ પોઈન્ટનો વધારો કર્યા પછી, સતત ૧૧ મીટિંગમાં તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.
કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન મે ૨૦૨૦માં રેપો રેટમાં છેલ્લે ઘટાડો કરવામાં આવ્યો હતો. બજેટમાં વિકાસ દરમાં નરમાઈ, ફુગાવામાં ઘટાડાની અપેક્ષા અને રાજકોષીય કાર્યક્ષમતાને કારણે દરમાં ઘટાડો થવાની શક્યતા છે. ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ - સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)નો વૃદ્ધિ દર ઘટીને ૫.૪% થયો હતો, જે સાત ક્વાર્ટરમાં સૌથી નીચો છે. ડિસેમ્બરમાં, આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ અગાઉના ૭.૨% થી ઘટાડીને ૬.૬% કર્યો હતો, જ્યારે ફુગાવાનો અંદાજ ૪.૫%થી વધારીને ૪.૮% કર્યો હતો.
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે અપ્રિલ ગોલ્ડ રૂ.૮૪૩૬૨ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૮૪૩૯૯ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૮૪૩૫૩ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૮૧૩ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૮૪૩૯૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૯૯૨૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૯૩૧૮ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૯૨૦૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૪૧ પોઈન્ટના ઘટાળા સાથે રૂ.૯૯૩૧૮ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રૂખ
એસીસી લીમીટેડ (૨૦૫૭) : અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૦૪૪ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૨૦૩૩ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૦૬૬ થી રૂ.૨૦૮૦ સુધી તેજી તરફી ધ્યાન...!!!
એચડીએફસી બેન્ક (૧૭૨૮) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૧૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૭૦૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૭૩૩ થી રૂ.૧૭૪૫ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.!!!
સિપ્લા લીમીટેડ (૧૪૫૭) : ૧૪૪૧ નો પ્રથમ તેમજ રૂ.૧૪૩૦ ના ફાર્માસ્યુટિકલ સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૬૬ થી રૂ.૧૪૭૭ સુધીની તેજી તરફી રુખ નોધાવશે...!!!
ઓરબિંદો ફાર્મા (૧૨૦૦) : ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૧૨ થી રૂ.૧૨૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૧૧૫૧ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!
અદાણી ગ્રીન એનર્જી (૧૦૦૪) : રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૯૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પાવર જનરેશન ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૧૪ થી રૂ.૧૦૨૨ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ...!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.