Advertisement
Author: નોબત સમાચાર

નગરપાલિકા તથા તાલુકા પંચાયતની ચૂંટણીઃ ચોપાનીયાના મુદ્રણ અને પ્રસિદ્ધિ પર નિયંત્રણ

જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું:

જામનગર તા. ૫: જામજોધપુર, ધ્રોલ અને કાલાવડ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા જોડિયા તાલુકા પંચાયતના મતદાર મંડળ ૮- જોડિયા-૩ તથા જામનગર તાલુકા પંચાયત મતદાર મંડળ ૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણીના મતદાનના સંદર્ભમાં ભારતીય ચૂંટણીપંચની સૂચના મુજબ જિલ્લાના તમામ પ્રિન્ટિંગ પ્રેસ ધરાવનારાઓ અને તમામ પ્રેસ માલિકોને અનુલક્ષીને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ કોઈપણ વ્યક્તિ જેના પર તેના મુદ્રક અને પ્રકાશનના નામ અને સરનામાં ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીયાં કે ભીંતપત્રો છાપી કે પ્રસિદ્ધ કરી/ કરાવી શકાશે નહિ. પ્રકાશકની ઓળખ અંગેના ૨ વ્યક્તિઓએ શાખ કરેલા એકરારનામાંની ૨ નકલ મુદ્રકને જોડાણ ક માં આપવાની રહેશે. અને મુદ્રકે આવા એકરારપત્રો બે નકલમાં લેવાના રહેશે.

દરેક મુદ્રણાલયોમાં ફોટોકોપી કરનાર, રોનિયો કોપી કાઢનાર કે કોમ્યુટર પ્રિન્ટ કાઢનારે ચૂંટણી સાહિત્ય છપાયા પછી એકરારપત્રની ૧ નકલ અધિકૃત કરી તથા છાપેલ સાહિત્યની એક નકલ વધારાની ૩ નકલ સાથે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીને ૩ દિવસમાં મોકલી આપવાની રહેશે.

આ જોગવાઈઓનો ભંગ કરનાર વ્યક્તિ સામે પ્રેસ રજીસ્ટ્રેશન એક્ટ હેઠળ પગલાં લેવામાં આવશે. તેમજ મુદ્રણાલયનું લાઇસન્સ રદ્દ કરવાની કાર્યવાહી કરવામાં આવશે, તથા ભારતીય દંડ સંહિતાની જોગવાઈ અનુસાર પગલાં લેવામાં આવશે. આવા લખાણોમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, કોમ કે ભાષાને આગળ ધરીને અપીલ કરવી અથવા વિરોધી ઉમેદવારના ચારિત્ર્ય ખંડન જેવી કોઈ ગેરકાનૂની બાબતોનું સમાવેશ કરી શકશે નહિ.

જિલ્લાના તમામ પ્રિન્ટિંગ પ્રેસ ધરાવનારાઓએ કે ફોટોકોપી કરનાર, રોનિયો કોપી કાઢનાર કે કોમ્યુટર પ્રિન્ટ કાઢનાર સંચાલકોએ તેમના નામ અને સરનામાં અંગેની માહિતી ૨ દિવસમાં સબંધિત મામલતદારશ્રીની કચેરીના સરનામે મોકલી આપવાની રહેશે. મતદારોના માર્ગદર્શન માટે છાપવામાં આવતી ઓળખ કાપલીમાં કોઈ ચોક્કસ ઉમેદવાર કે પક્ષનો પ્રચાર થાય તેમજ પ્રકાશક ઉમેદવાર કે પક્ષના નામ છાપવાના રહેશે નહિ, તેમ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh