Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બીએનઆઈ દ્વારા ચેમ્બર હોલમાં ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન
જામનગર તા. ૫: બીએનઆઈ જામનગર દ્વારા કાઠિયાવાડ કનેકટ-૨૫માં ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયાએ માર્ગદર્શન આપતા ઉદ્યોગ સાહસિકોને કહ્યું હતું કે લાયકાત અને મહેનત વધારવાથી સફળતા મળે છે.
બીએનઆઈ જામનગર દ્વારા કાઠિયાવાડ કનેક્ટ -૨૫નું જામનગરના ચેમ્બર ઓફ કોમર્સ હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ અને શ્રી રામ કૃષ્ણ એક્સપોર્ટના ફાઉન્ડર અને ડાયમંડ કિંગ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા મુખ્ય વક્તા તરીકે હાજર રહૃાાં હતાં, ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા જામનગર ના ઉદ્યોગ અને વ્યવસાયિક સાહસિકોને વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રમાં આગળ વધવા અને જે કાર્ય કરી રહૃાા છે તેમાં પણ સ્થાયી રહેવા માટે માર્ગદર્શન આપેલ, ગોવિંદભાઇ ધોળકિયા જે ગોવિંદ કાકા ના નામ થી પણ જાણીતા છે, ૧૩ હજાર કરોડ ના વાર્ષિક ટર્નઓવર કરતી કંપનીના ફાઉન્ડર ગોવિંદકાકા વિશ્વના અનેક દેશોમાં ડાયમંડ એક્સપોર્ટ કરે છે અને ૭૦૦૦ થી વધુ કર્મચારીઓ ને રોજગારી પૂરી પાડે છે
ગોવિંદભાઇ દ્વારા ઉદ્યોગ અને વ્યવસાયિક સાહસિકો ને અનેક બિઝનેસ ટિપ્સ આપવામાં આવેલ અને યુવાનોને માર્ગદર્શન આપવામાં આવેલ, ખાસ કરીને તેમને ટેક્નોલોજી અને કર્મચારીઓ વચ્ચે તાલમેલ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બીએનઆઈ જામનગર દ્વારા આયોજન કરવામાં આવેલ આ સેમિનાર માં સમગ્ર ગુજરાતમાંથી બીએનઆઈ મેમ્બર ભાગ લેવા આવેલ આ ઉપરાંત સુરતના અન્ય ઉદ્યોગપતિ ઘનશ્યામ દાસ શંકર, નારોલા જેમ્સના ધીરુભાઈ નારોલા., વલ્લભભાઈ રિબડીયા, દિનેશભાઈ નારોલા, અશોકભાઈ પોશિયા, વગેરે અનેક ઉદ્યોગપતિઓ હાજર રહૃાાં હતાં, સમગ્ર સેમિનારને સફળ બનાવવા બીએનઆઈ જામનગરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દેવેનભાઈ શાહ, સિદ્ધાર્થભાઈ શેઠ, નીતિનભાઈ વારિયા, સહિતના બીએનઆઈ મેમ્બર્સ જહેમત ઉઠાવેલ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial