Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ત્રણ નગરપાલિકાની ચૂંટણીઃ
જામનગર તા. પઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ગઈકાલે ફોર્મ પાછા ખેંચાયા પછીની સ્થિતિએ દ્વારકા અને ભાણવડમાં ભાજપને બિનહરિફ બેઠકો મળતા ભાજપની સ્થિતિ મજબૂત બની છે.
દ્વારકા નગરપાલિકામાં સાત વોર્ડની ર૮ બેઠકો માટેની ચૂંટણી જાહેર થઈ હતી. આ પછી ઉમેદવારી પત્રો ભરાવવાનું શરૂ થયું હતું, અને કુલ ૮૦ ઉમેદવારીપત્રો ભરાયા હતાં જેમાંથી ર૮ ફોર્મ રદ્ થયા હતાં તથા ૬ ફોર્મ પાછા ખેંચાયા છે. કુલ ૯ બેઠકો બિનહરિફ જાહેર થઈ છે જે તમામ ભાજપના ફાળે ગઈ છે. ર૮ માંથી ૯ બિનહરિફ જાહેર થતા હવે ૧૯ બેઠકો માટે ચૂંટણી યોજાશે. જેમાં ભાજપ-કોંગ્રેસ, આપ સામે છે.
ભાણવડ નગરપાલિકાની વિગત જોઈએ તો અહિં છ વોર્ડની કુલ ર૪ બેઠકો માટેની ચૂંટણી જાહેર થઈ હતી તે માટે પ૮ ઉમેદવારી પત્રો ભરાયા હતાં. જેમાં ૩૦ ભાજપના અને કોંગ્રેસન ૧૮, આપના ૮ અને બે અપક્ષનો સમાવેશ થાય છે.
ઉમેદવારી પત્રો ચકાસણી દરમિયાન આપના આઠેય ઉમેદવારો નીકળી જતા બે વોર્ડની આઠ બેઠકો બિનહરિફ જાહેર થઈ છે. આમ આઠ બેઠકો તો ભાજપને મળી છે. હવે ચાર વોર્ડમાં મતદાનની પ્રક્રિયા થશે જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ફાઈટ છે.ાા
જ્યારે સલાયા નગર પાલિકામાં તમામ ૯૮ ઉમેદવારો યથાવત્ છે. જેમાં કોંગ્રેસ ર૮, આપના ર૮ અસદુદીન ઓવૈસીની પાર્ટી એ.આઈ.એમઆઈએનના ર૮ અને ભાજપના ૧૪ ઉમેદવારોનો સમાવેશ થાય છે. આમ અહિં મુખ્ય સ્પર્ધા ભાજપ સિવાયની ત્રણેય પાર્ટી વચ્ચે થશે.
દ્વારકા નગરપાલિકાની ૯ બેઠક બિન-હરિફ જાહેર થઈઃ તમામ ભાજપને મળી
૧. અવનીબેન પરેશભાઈ રાયમંગિયા
ર. મંજુબેન ભિમજીભાઈ કણઝારિયા
૩. વિજયભાઈ કરણભા માણેક
૪. નિરંજનભાઈ જસવંતભાઈ લાખાણી
પ. કમુબેન ઈશ્વરભાઈ નાગેશ
૬. નાથીબેન જયસુખભાઈ કણઝારિયા
૭. ભાવેશભાઈ રૂડાભાઈ સોનગરા
૮. ગોપાલભાઈ દેવસીભાઈા કણઝારિયા
૯. વિજયભાઈ પરસોત્તમભાઈ બુજડ
ભાણવડ નગરપાલિકામાં ભાજપની આઠ બેઠક બિનહરિફ જાહેર થઈ
૧. હીનાબેન સુભાષભાઈ કણઝારિયા
ર. હસ્મિતાબેન દિવ્યેશભાઈ નકુમ
૩. સંજયભાઈ કેશુભાઈ ચૌહાણ
૪. ચેતનભાઈ જયંતિલાલ રાઠોડ
પ. ઉજીબેન ભીમસીભાઈ કનારા
૬. વનિતાબેન રમણિકભાઈ નકુમ
૭. પ્રિયેશકુમાર નલિનભાઈ અનડકટ
૮. રમેશભાઈ રમણિકભાઈ ચાંગેલા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial