Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વોન્ટેડ હોય તેને કસ્ટડીમાં લેવા પોલીસને સૂચના
નવી દિલ્હી તા. પઃ અમેરિકાએ કાઢી મૂકેલા ૩૩ ગુજરાતીઓ સહિત ર૦પ ભારતીયો આજે વતન પરત ફરશે, જેની એરપોર્ટ પર જ પૂછપરછ કરાશે. અમૃતસર એરપોર્ટ પર ઉતરાણ પછી તમામની પૂછપરછ ઉપરાંત વોન્ટેડ હોય, તેઓને કસ્ટડીમાં લેવાની સૂચના પણ અપાઈ છે.
અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા દુનિયાભરના લોકોને વતન પરત કરવામાં આવશે એવી ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં વાત કરી હતી. આ પછી તેમણે સત્તા ઉપર આવ્યા પછી અમેરિકામાં દરોડા પડાવી સેંકડો ઘૂસણખોરોને પકડવા શરૂ કરી વતન પરત કરવા કવાયત હાથ ધરી છે. આ કવાયતના ભાગરૂપે ર૦પ ભારતીય ઘૂસણખોરોને લઈ એક મિલિટરી વિમાન ટેક્સાસથી ભારત આવવા રવાના થયું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે આ એરક્રાફ્ટ અમૃતસર એરપોર્ટ ઉપર ઉતરાણ હાથ ધરશે. પંજાબ પોલીસને ઉતરાણ પછી ઘૂસણખોરી કરનાર તમામની પૂછપરછ કરવા માટે, એમાંથી કોઈ વ્યક્તિ વોન્ટેડ હોય તેની સામે કેસ નોંધાયેલા હોય તો તેને કસ્ટડીમાં લેવાની સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, ર૦પ ભારતીયોમાં ૩૩ તો ગુજરાતના છે જેઓ અમેરિકાથી પાછા આવી રહ્યા છે. આજે બપોરે આ લોકો અમૃતસર આવી પહોંચશે. અમેરિકાથી પાછા મોકલાયેલા ગુજરાતીઓમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના છે, જેમાં મહેસાણા અને ગાંધીનગરમાંથી ૧ર-૧ર લોકો પરત આવશે, જ્યારે સુરતના ૪ અને અમદાવાદના ર લોકો સામેલ હોવાનું ખુલ્યું છે, જ્યારે વડોદરા, ખેડા અને પાટણની ૧-૧ વ્યક્તિ આ વિમાનમાં સામેલ છે.
અમેરિકન મિલિટરીનું સી-૧૭ એરક્રાફ્ટ આ ભારતીયોને લઈ સેન એન્ટોનિયો, ટેક્સાસથી ભારતીય સમય અનુસાર પરોઢિયે ત્રણ કલાકે રવાના થયું છે અને લગભગ ર૪ કલાકે ભારત પહોંચે એવી ધારણા છે. આ વિમાનમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરનાર મોટાભાગના પંજાબ કે ઉત્તર ભારતના હોય તેવી શક્યતા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial