Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'આપ'ના ફોર્મ નિયમ મુજબ રદ થયા છેઃ ચૂંટણી અધિકારી
ખંભાળિયા તા. ૫: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં પાલિકાની ચૂંટણી પ્રક્રિયામાં ગઈકાલે ફોર્મ પરત ખેંચવાના દિવસે ચૂંટણી અધિકારી દ્વારા આપના ૮ ઉમેદવારોના ફોર્મ રદ કરતા આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ આ બાબતે ઉકળાટ સાથે ભાજપ અને ચૂંટણી અધિકારીની મીલીગભતનો આક્ષેપ કર્યો છે.
તેમણે જણાવેલ કે ભાજપ સ્થાનિક ચૂંટણીમાં ગરબડ કરી રહ્યું છે તેની વાત અમે પુરાવા સાથે કહીએ છીએ. ભાણવડમાં આપના ઉમેદવારોને ડરાવ્યા ધમકાવ્યા છે તથા ભાણવડમાં એક મંત્રીના દબાણમાં આર.ઓ. (ચૂંટણી અધિકારી)એ લોકતંત્રની હત્યા કરી છે.
આમ આદમી પાર્ટી રાજયપક્ષ અને રાષ્ટ્રીય પક્ષના સંદર્ભમાં રાજયમાં છોટા ઉદેપુર, સાલોર ગઢડામાં વાંધા અરજીઓ આવેલી જેની સામે અમને ખુલાસાનો સમય અપાતા પુરાવા સાથે ખુલાસા માન્ય રહ્યા હતા જયારે ભાણવડમાં આર.ઓ. દ્વારા લોકતંત્રની સરેઆમ હત્યા થઈ અને કલેકટર તથા ચૂંટણી નિરીક્ષક ફકત જોતા જ રહ્યા. !!
ફોર્મમાં સ્કુટીની વખતે કોઈ વિવાદ ના હતો પણ મંત્રીના પુત્રએ આર.ઓ.ને ડરાવતા આર.ઓ.એ આપના ઉમેદવારો નીકળી ગયા પછી ફોર્મમાં વાંધાકાઢીને ફોર્મ રદ થયા છે. આપના આ ઉમેદવારો આવે તો ભાજપની નગર પાલિકા બનવાની સ્થિતિ જ નહતી એક ઉમેદવાર બેનનું ભાડાનું મકાન પણ ફોર્મ ભર્યુ હોય ખાલી કરાવાયું હતું. ભાણવડમાં ભાજપ આવી રીતે બીનહરીફ બનીને જીતવા માંગે છે જેથી આપ પાર્ટી ચૂંટણી આયોગ તથા હાઈકોર્ટમાં ફરિયાદ કરવા ગયેલ છે. ભાજપના લોકો કંસના વંશ જ છે તથા ભાજપનું બટન ના દબાવવા જણાવ્યુ હતું.
જો કે આમ આદમી પાર્ટીના આ નિવેદન બાબતે ભાણવડ મામલતદાર તથા ચૂંટણી અધિકારી અશ્વીનભાઈ ચાવડાનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે આપના ઉમેદવારો અંગે વાંધા અરજી આવતા વોર્ડ-૩ તથા વોર્ડ- ૬ ના આપના ઉમેદવારોએ ફોર્મમાં રાજય પક્ષ આપ પાર્ટી લખ્યું છે જે ખરેખર રાષ્ટ્રીય પક્ષ હોય તે બાબતે તેમના આઠ ફોર્મ રદ કરાયા હતા જે સંપૂર્ણ નિયમ અનુસાર તથા અધિકારીઓના માર્ગદર્શન ચર્ચા પછી નિર્ણય લેવામાં આવ્યો છે અને તેની સામે ફરિયાદ રજૂઆત કરવા જઈ શકાય છે.
કોંગ્રેસ ઉમેદવારો સાથે સહેલાઈ નીકળી ગયા !!
દ્વારકા જિલ્લાની ભાણવડ પાલિકા ગત ટર્મમાં શરૂઆતમાં ભાજપ પાસે હતી તે પછી સુપરસીડ થઈ અને તે પછી સવા વર્ષ માટે કોંગ્રેસનું શાસન રેકોર્ડરૂપ આવેલું પણ ચૂંટણીની જાહેરાત પહેલા જ ભાજપે કોંગ્રેસ પ્રમુખ સહિત અનેક જુના કોંગ્રેસ કોર્પોરેટરોને ભાજપમાં લઈ લેતા તેની સ્થિતિ મજબુત છે. તો વધુમાં ૨૪ માંથી આઠ બેઠકો ભાજપને બીનહરીફ મળતા આપનું જોઈને અગાઉથી ચેતી ગયેલા કોંગ્રેસ કે જેમના ૬ ઉમેદવારો ભાણવડમાં મેદાને છે. તેઓ તમામ ઉમેદવારોને લઈને તેમના મોબાઈલ સ્વીચ ઓફ કરીને ફરવા લઈ ગયા છે. જેથી કોંગ્રેસના ઉમેદવારોમાં ભાંગફોડ ના થાય !!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial