Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આર.ટી.ઓ. કચેરીની ઉડતી મુલાકાત પણ લીધી
જામનગર તા. પઃ જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રથામિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં. ૩ર ના વિદ્યાર્થીઓને એરપોર્ટની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતાં.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-જામનગર સંચાલિત શાળા નં. ૩ર ના બાવન વિદ્યાર્થીઓ અને પ શિક્ષકોએ તા. ૪-ર-ર૦રપ અને મંગળવારના જામનગર એરપોર્ટની શૈક્ષણિક મુલાકાત કરવાની તક મળી હતી. આ મુલાકાત માટે વીમા પતન નિર્દેશક ધનંજયકુમાર સિંગ અને પ્રબંધક પ્રચાલન વર્ધાન પરાશરે મંજુરી અને માર્ગદર્શન આપ્યું હતું. જેના પરિણામે સરકારી શાળાના બાળકોને એરપોર્ટની મુલાકાત લેવાનો લાભ પ્રાપ્ત થયો હતો.
આ શિક્ષણપ્રદ પ્રવાસ દરમિયાન શાળાના આચાર્ય મુકેશકુમાર પૂજારા તથા મદદનીશ શિક્ષકો ચિરાગ સંચાણિયા, મિનાબા ઝાલા, મંજુલાબેન કણઝારિયા અને દિવ્યાંગ શિક્ષક રમેશભાઈ ભંડેરી વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતાં.
વિદ્યાર્થીઓ અને શિક્ષકો સવારે ૧૧ વાગ્યે એરપોર્ટ પહોંચ્યા હતાં, જ્યાં વરિષ્ઠ સહાયક પ્રચાલન સંજીવસિંગ અને કોમ્પ્યુટર ઓપરેટર રજની મોદીએ તેમનું અભિવાદન અને માર્ગદર્શન કર્યું હતું. આ વિઝિટ દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રસ્થાન ગેટથી શરૂ કરીને ટિકિટ ચેકીંગ, વિઝા, લગેજ ચેકીંગ, બોર્ડિંગ પાસ પ્રોસેસ, પેસેન્જર માટેના એરપોર્ટના નિયમો, તેમજ પ્લેન લેન્ડિંગ અને ટેક-ઓફની સમગ્ર પ્રક્રિયા વિશે માહિતી મેળવી હતી.
વિદ્યાર્થીઓએ એરપોર્ટની આંતરિક વ્યવસ્થા અને સુવિધાઓને નિકટથી જાણી અને ઊડાન પહેલા અને પછીની તૈયારીની પ્રક્રિયા વિશે માહિતી મેળવી હતી. આ યાત્રા દરમિયાન તેમણે વિમાનના વિવિધ તબક્કાઓને સાક્ષીભૂત કર્યા અને એક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિક્સાવ્યો હતો.
વિદ્યાર્થીઓ માટે આ એક રોમાંચક અને ગહન શીખવા લાયક અનુભવ રહ્યો હતો. જે માટે સમગ્ર શાળા પરિવારે જામનગર એરપોર્ટ પરિવારનો આભાર વ્યક્ત કર્યો છે.
વિશેષમાં સવારે ૧૦-૩૦ કલાકે જામનગર આર.ટી.ઓ. કચેરીની ઊડતી મુલાકાત પણ કરવામાં આવી હતી, જેમાં લાયસન્સ માટેની ટ્રાયની પ્રક્રિયાની તથા વાહનની નંબર પ્લેટ અંગેની વિગતે સમજ મેળવી હતી.
એકંદરે જામનગર આર.ટી.ઓ. અને એરપોર્ટની એક શૈક્ષણિક મુલાકાત શાળા નં. ૩ર ના વિદ્યાર્થીઓ માટે એક યાદગાર મુલાકાત સાબિત થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial