Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'નોબત'ના અહેવાલથી તંત્ર હરકતમાં આવ્યું:
ઓખા તા.૫ : બેટ દ્વારકામાં આવેલા સોનેકી દ્વારકા પાવનધામમાં અગ્નિકાંડ સર્જાઈ શકે છે તેવો અહેવાલ 'નોબત' દ્વારા પ્રસિદ્ધ કરાયા પછી ફાયર વિભાગના સંબંધિત અધિકારીઓએ સ્થળ તપાસ કર્યા પછી આ સ્થળના સંચાલકને દિવસ સાતમાં તેનો ખુલાસો કરવા અન્યથા કાયદાકીય કાર્યવાહી કરવાની તાકીદ કરાઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખામંડળના બેટ દ્વારકામાં આવેલા સોનેકી દ્વારકા-પાવન ધામમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાથી ત્યાં ગમે ત્યારે રાજકોટના ગેમઝોનની માફક અગ્નિકાંડ સર્જાય શકે છે તેવી શક્યતા સાથેનો અહેવાલ ગયા સપ્તાહે 'નોબત' દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.
આ સ્થળે રોજેરોજ હજારો યાત્રાળુઓ આવતા હોવા છતાં અને ત્યાં પટાંગણમાં કાપડ અને પાનની દુકાનો હોવાથી અગ્નિ કાંડ સર્જાવવાની સંભાવનાઓ જોવાઈ રહી હતી. તેથી બેટ દ્વારકામાં પણ રાજકોટના ટીઆરપી ગેમઝોન જેવા અગ્નિનકાંડની ભીતિ તોળાઈ રહી હતી. તેનો વિગતવાર અહેવાલ 'નોબત' દ્વારા આપવામાં આવ્યો હતો.
તે અહેવાલના પગલે ખંભાળિયાની ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ-ડિવિઝનલ ફાયર ઓફિસ દ્વારા ગઈકાલે નોટીસ ઈસ્યુ કરવામાં આવી છે તેમાં જણાવાયા મુજબ આ સ્થળે કરાયેલી જાત તપાસમાં ત્યાં કાપડની દુકાનોમાં રહેલો કાપડનો જથ્થો અને પાનની દુકાનોમાં રહેલા રેફ્રીજરેટર જેવા ઈલેકટ્રીક સાધનોના પગલે ત્યાં આગ વિનાશક ભૂમિકા ભજવી શકે તેમ જણાઈ આવ્યું છે અને ત્યાંથી ઈમરજન્સી એક્ઝિટ માટે પણ કોઈ વ્યવસ્થા ન હોવાનું જણાઈ આવ્યું છે ત્યારે ગુજરાત ફાયર પ્રિવેન્ઝન એન્ડ લાઈફ સેફટી એક્ટ વગેરે કાયદાઓ હેઠળ જીડીસીઆરની જોગવાઈનું ઉલ્લંઘન કરાઈ આવ્યું છે તેથી સાત દિવસમાં તેનો વિગતવાર ખુલાસો આપવા અન્યથા કાયદાકીય અને ફોજદારી રાહે પગલાંનો સામનો કરવા તાકીદ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial