Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્પર્ધાઓનું આયોજનઃ
જામનગર તા. ૫: જામનગરની આર્યસમાજ સંસ્થા દ્વારા ૯૭ મા વાર્ષિકોત્સવ તથા શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયના ૭૭ મા વાર્ષિકોત્સવ નિમિત્તે શહેર-જિલ્લાની વિદ્યાર્થિનીઓ માટે વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી.
આ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રાથમિક વિભાગની સ્પર્ધા સ્મૃતિશેષ છગનલાલ રામજીભાઈ મહેતા અને સ્મૃતિશેષ ગંગાબેન છગનલાલ મહેતાની પુણ્યસ્મૃતિમાં માધ્યમિક વિભાગની સ્પર્ધા સ્મૃતિશેષ ભાણજીભાઈ સંઘરાજભાઈ પટેલ અને સ્મૃતિશેષ રામાણી મહેશભાઈ ભાણજીભાઈ પટેલની પુણ્યસ્મૃતિમાં અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની સ્પર્ધા સ્મૃતિશેષ જયંતિલાલ ગોકલદાસ ઠક્કર અને સ્મૃતિશેષ ઉષાબેન ધીરજલાલ બરછાની પુણ્યસ્મૃતિમાં યોજવામાં આવી હતી.
આ ત્રણેય સ્પર્ધામાં કુલ ૮૮ વિદ્યાર્થિની બહેનોએ ભાગ લીધો હતો. પ્રાથમિક વિભાગની સ્પર્ધામાં પ્રથમ નંબર કુ. જિલ ભરતકુમાર નાઈ (પીએમ શ્રી લાલપુર શાળા), દ્વિતીય નંબર કુ. હર્ષાલી રાજેશભાઈ ચૌહાણ (નગર પ્રાથમિક શાળા નંબર ૪૬, જામનગર), તૃતીય નંબર કુ. દ્રુશાલી અલ્પેશભાઈ સોલંકી (શ્રીમતી પાર્વતીદેવી વિદ્યા મંદિર, જામનગર) અને શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓની આંતરિક સ્પર્ધાના વિજેતા પ્રથમ નંબર કુ. આયુષી પિયુષભાઈ જોશી, દ્વિતીય નંબર કુ. ધાર્મી વિશાલભાઈ સોલંકી, તૃતીય કુ. ખુશી રાજેશભાઈ જોશીએ પ્રાપ્ત કરેલ હતી.
માધ્યમિક વિભાગની સ્પર્ધામાં પ્રથમ નંબર કુ. માહી વિજયભાઈ ચૌહાણ (કાલિંદી ઈન્ટરનેશનલ સ્કૂલ, જામનગર), દ્વિતીય નંબર કુ. યશ્વિ ભાઈલાલભાઈ માળોદીયા (જી.એમ. પટેલ કન્યા વિદ્યાલય, ધ્રોલ), તૃતીય નંબર કુ. ખુશી લાલજીભાઈ પરમાર (જી.ડી. શાહ હાઈસ્કૂલ, જામનગર) અને શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓની આંતરિક સ્પર્ધાના વિજેતા પ્રથમ નં. કુ. વર્ષા કરશનભાઈ વાઘેલા, દ્વિતીય નં. કુ. ધારા રાજેશભાઈ ચૌહાણ, તૃતીય નં. કુ. નિયતિ જીગ્નેશગીરી ગોસ્વામીએ પ્રાપ્ત કરેલ હતાં.
ઉચ્ચતર માધ્યમિક વિભાગની સ્પર્ધામાં પ્રથમ નં. કુ. હેતલ સામતભાઈ માટિયા (સજુબા ગર્લ્સ સરકારી હાઈસ્કૂલ, જામનગર), દ્વિતીય નં. કુ. મહેક લાલનકુમાર જાની (શ્રી સન સાઈન પ્રાઈમરી સ્કૂલ, જામનગર), તૃતીય નં. કુ. કાજલ વિજયભાઈ વઘેરા (શ્રીમતી ડી.એચ.કે. મુંગરા વિદ્યાલય, ધ્રોલ) અને શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓની આંતરિક સ્પર્ધાના વિજેતા પ્રથમ નંબર કુ. હેમાલી મનીષભાઈ હરવરા, દ્વિતીય નંબર કુ. હસ્તી પ્રકાશભાઈ લૈયા, તૃતીય નંબર કુ. તસલીમા અસલમભાઈ ઠાસરીયાએ પ્રાપ્ત કરેલ હતાં.
સમારંભના અધ્યક્ષ તરીકે ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રી, બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા, જામનગર જિલ્લા ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળ અને આર્યસમાજ જામનગરના પ્રમુખ દિપકભાઈ ઠકકર તેમજ અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય રીવાબા જાડેજા, શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ, સજુબા ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્યા બીનાબેન દવે, જી.એસ. મહેતા ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્યા હિનાબેન તન્ના, ભવન્સ એ.કે. દોશી મહિલા કોલેજના આચાર્યા ચેતનાબેન ભેંસદડીયા, દરેડ તાલીમ ભવન બ્લોકના જયશ્રીબેન વાઘેલા, સચાણા કન્યા શાળાના આચાર્યા તૃપ્તિબેન રૂપડીયા ઉપસ્થિત રહ્યા હતાં.
આ સ્પર્ધામાં સંસ્થા તરફથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરને પુરસ્કારો અને શિલ્ડ જામનગર ઉત્તર (૭૮) વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા, સંસ્થાના પ્રમુખ દિપકભાઈ ઠકકર, માનદ્દ મંત્રી નરેન્દ્રભાઈ મહેતા, ઉપપ્રમુખ ઉર્વશીબેન રાઠોડ, કોષાધ્યક્ષ વિનુભાઈ નાંઢા, પુસ્તકાધ્યક્ષ મનોજભાઈ નાંઢા, અંતરંગ સદસ્ય ધીરૂભાઈ નાંઢા, હરીશભાઈ મહેતા, તેજભાઈ ઠકકર આર્ય વિદ્યાના સદસ્યો વિજયભાઈ ચૌહાણ, રામભાઈ બરછા, અંતરંગ નિમંત્રિત સદસ્ય આશાબેન ઠકકર, સુનિતાબેન ખન્ના તેમજ નિર્ણાયકો ભવન્સ એ.કે. દોશી મહિલા કોલેજ જામનગરના પ્રાદ્યાપક ક્રિષ્નાબેન ચાંદલિયા, પ્રાધ્યાપક ડો. નઝમાબેન અંસારી, પ્રણામી હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય અને નિજાનંદ શિક્ષણ સંસ્થાના એડમિનિસ્ટ્રેટરના જે. કે. ગોધાણી, હડીયાણા માધ્યમિક શાળાના આચાર્યા વનિતાબેન ભંડેરી, મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરના નિવૃત્ત પી.એ. મીનાબેન પોટા, સચાણા કન્યા શાળાના શિક્ષિકા કાજલબેન પુરોહિત દ્વારા આપવામાં આવ્યા હતાં. દરેક સ્પર્ધકને પ્રોત્સાહક પારિતોષીકો દિપકભાઈ ઠકકર, નરેન્દ્રભાઈ મહેતા, રોકડ પુરસ્કાર સ્મૃત્તિશેષ મહેશભાઈ ભાણજીભાઈ રામાણી પરિવાર અને પ્રફુલ્લાબેન રૂપડીયા તરફથી આપવામાં આવ્યા હતાં.
સંસ્થા, શાળા અને સ્પર્ધાનો પરિચય શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યા પ્રફુલ્લાબેન રૂપડીયા તેમજ શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષિકાબહેન અશ્માબેન મુન્દ્રાએ આપેલ હતો.
આભારદર્શન શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયના પ્રાથમિક વિભાગના આચાર્યા સંગીતાબેન મોતીવરસ, શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષિકા બહેન નીપાબેન મકવાણા, ધર્મિષ્ઠાબેન ગોહીલએ કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું આયોજન આર્યસમાજ-જામનગરના પ્રમુખ દિપકભાઈ જયંતિલાલ ઠકકર, માનદ્દ મંત્રી નરેન્દ્રભાઈ છગનલાલ મહેતા, શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયના માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યા પ્રફુલ્લાબેન રૂપડીયા અને પ્રાથમિક વિભાગના આચાર્યા સંગીતાબેન મોતીવરસના માર્ગદર્શન હેઠળ મિન્ટુબેન ચોવટીયા, હેતલબેન દેલવાડીયા, અનીશાબેન નાગર, અશ્માબેન મુન્દ્રા, નયનાબેન આહુજા, કોષાબેન માંકડ, મીતાબેન જાની, રાધિકાબેન માણેક, નીકીતાબેન વારા, સમગ્ર શિક્ષકગણ દ્વારા સંપન્ન કરવામાં આવ્યુ હતંુ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial