Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓખા-અમદાવાદ વચ્ચે દોડતી
ખંભાળિયા તા. ૨૯: ભારત સરકારના રેલવે મંત્રાલયની સુપર ફાસ્ટ અને આધુનિક સગવડોવાળી 'વંદેભારત' ટ્રેઈન કે જે રોજ ઓખા અને અમદાવાદ વચ્ચે ચાલતી હોવા છતાં પણ ખંભાળિયામાં સ્ટોપ ના હોય, આ બાબતે રાજ્યસભાના સદસ્ય જીતેન્દ્ર કણઝારિયાએ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી છે.
દ્વારકા જિલ્લાને ઓખાથી અમદાવાદ વંદે ભારત ટ્રેઈનની સુવિધા તો મળે છે, પણ આ ટ્રેનને ખંભાળિયા સ્ટોપ જ નથી.
ખંભાળિયા એ દ્વારકા જિલ્લાનું સૌથી મોટું શહેર તથા દ્વારકા જિલ્લાનું વડુ મથક છે, જ્યાં અનેક ધંધા તથા નાયરા, એસ્સાર જેવી કંપનીઓ તથા અનેક નાના-મોટા ધંધાર્થીઓ આવેલા છે. દ્વારકા જિલ્લાની તમામ જિલ્લા કક્ષાની કચેરીઓ પણ અહીં આવેલી છે ત્યારે આ ટ્રેન કે જે અહીંથી રોજ નીકળે છે તેને બે મિનિટનો સ્ટોપ આપવાથી ધંધાર્થીઓ, કંપનીના કર્મચારી, મજૂરો, વેપારીઓને તથા લોકોને લાભ થાય તેમ છે તેથી તાકીદે સ્ટોપ આપવાની માંગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial