Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉપાડના મામલે યુવાનની કરાઈ હતી હત્યાઃ
જામનગર તા. ૨૯: જામનગરના રેલવે સ્ટેશન પર આવેલી એક ટ્રેનમાં વતન જવા માટે નીકળતા મૂળ ઉત્તરપ્રદેશના એક યુવાનની ઉપાડના પૈસાના મામલે બોલાચાલી પછી બે શખસે માથામાં પથ્થર ઝીંકી હત્યા કરી હતી. આ ગુન્હામાં બંને આરોપીની ધરપકડ કરાઈ છે.
જામનગરના રેલવે સ્ટેશન પરથી જઈ રહેલી એક ટ્રેનમાં પરપ્રાંતના ચાર વ્યક્તિ વચ્ચે પૈસા બાબતે ઝઘડો થયા પછી એક યુવાન પર બે શખ્સે પથ્થરથી હુમલો કરી માથામાં પથ્થર ઝીંકતા ભૂપેન્દ્ર વિનયપાલ પ્રજાપતિ (ઉ.વ.૩પ) નામના યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું.
ઉત્તરપ્રદેશના તેગમપુર ગામના આ યુવાન પોતાના વતનમાંથી બે વ્યક્તિ સાથે મજૂરીકામ માટે જામનગર આવ્યા હતા. તે પછી કામ ન ફાવતા ભૂપેન્દ્ર તથા અન્ય વ્યક્તિ વતનમાં જવા નીકળ્યા હતા. આ વેળાએ તેને આપેલા ઉપાડ અંગે બોલાચાલી થયા પછી જામનગરના ગાંધીનગર પાસે માજોઠીનગરમાં રહેતા સલાઉદ્દીન ઈદ્રીશ માજોઠી અને અકરમ ઈશાક જનર નામના બે શખ્સે બોલાચાલી કર્યા પછી ભૂપેન્દ્રના માથામાં પથ્થર ઝીંકી દીધો હતો. સારવારમાં આ યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું.
ઉપરોક્ત ગુન્હો જામનગર રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયા પછી પીઆઈ એસ.એમ. પાંચીયાની સૂચનાથી પીએસઆઈ પી.વી. ડોડીયા તથા સ્ટાફે તપાસ શરૂ કરી હતી. આ ગુન્હામાં ગઈકાલે બંને આરોપીને પકડી લેવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial