Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૯: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૩.પ ડીગ્રી નોંધાયું હતું. વાદળછાયા વાતાવરણ અને તેજીલા વાયરાઓના પગલે ઠંડક રહેવા પામી હતી.
જામનગરમાં વરસાદી વાદળોની આવન-જાવન વચ્ચે તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર પણ યથાવત્ રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૩.પ ડીગ્રી જ્યારે પોણા ડીગ્રીથી વધુ ઘટીને લઘુતમ તાપમાન રપ.પ ડીગ્રી નોંધાયું હતું.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૭ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી. વરસાદી વાદળોના આંટાફેરા અને તેજીલા વાયરાઓના કારણે વાતાવરણમાં એકંદરે ઠંડક રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial