Advertisement
Author: નોબત સમાચાર

આંગણવાડીમાં રમકડાં, સ્કૂલમાં નાસ્તો આપી ઝુંપડપટ્ટી વિસ્તારોમાં જરૂરતમંદોને ભોજન પીરસ્યુ

જામનગરના સેવાભાવી યુવા પત્રકારે પોતાના જન્મ દિને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: જામનગરના સેવાભાવી યુવા અગ્રણી અને પત્રકાર રાજેશભાઈ પરમારે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી હતી. તેમણે આંગણવાડીના બાળકોને શૈક્ષણિક રમકડાં, રમકડાંની કિટ્સ અને સરકારી શાળામાં સવારે પૌષ્ટિક નાસ્તો, ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જરૂરિયાતમંદોને ભોજન પીરસી ભુલકાંઓના ચહેરા પર સ્મિત રેલાવ્યું હતું.

જામનગરના જાણીતા સતવારા યુવા અગ્રણી અને પત્રકાર રાજેશભાઈ પરમારે પોતાના જન્મદિવસની પરંપરા મુજબ આ વર્ષે પણ અનોખી અને પ્રેરણાદાયી રીતે ઉજવણી કરી છે.

રાજેશભાઈ પરમાર દર વર્ષે પોતાના બર્થ-ડે પર સમાજ ઉપયોગી અને કઈંક અલગ જ સેવાકીય કાર્યો કરવા માટે જાણીતા છે. બે વર્ષ પહેલાં તેમણે પોતાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ (બ્લડ ડોનેશન કેમ્પ) તથા સર્વરોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કર્યું હતું, જ્યારે ગત વર્ષે ૧ ઓગસ્ટના વિશ્વપ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન મંદિરની અખંડ રામધૂનના ૬૨મા વર્ષના પ્રવેશ પ્રસંગે વિશેષ રામધૂનનું આયોજન કર્યું હતું.

આ વર્ષે પણ તેમણે ઝૂંપડપટ્ટી વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવ્યું હતું. આ ઉપરાંત સરકારી સ્કૂલમાં બાળકો માટે પૌષ્ટિક નાસ્તાની વ્યવસ્થા કરી હતી અને આંગણવાડીમાં નાના નાના ભુલકાંઓને વિવિધ પ્રકારના જ્ઞાનવર્ધક શૈક્ષણિક રમકડાંનું વિતરણ કર્યું હતું.

બાળકો રમતા રમતા નવું નવું શીખે અને હોશિયાર બને તેવા હેતુથી ખાસ રમકડાં પસંદ કરવામાં આવ્યા હતા, જેમાં ૧ થી ૧૦ ના આંકડા અને એ ટુ ઝેડની ઓળખ કરાવતા રમકડાં. જેસીબી, ટ્રક, કાર, પોલીસ કાર, ફાયર ટ્રક, ૧૦૮ એમ્બ્યુલન્સ, સ્કૂલ બસ અને મિલિટ્રી કાર જેવા વાહનો બાળકીઓ માટે વાસણ અને રસોડાની વસ્તુઓની ઓળખ આપતા રમકડાં, કેન્ડી ફ્લેવર સેટ અને મનપસંદ બાર્બી ડોલ. અને સ્પોર્ટ્સ સાધનોના રમકડાં આપ્યા હતાં.

આ તમામ ઉપહારો મેળવીને નાના નાના ભુલકાંઓના ચહેરા પર અનેરી ખુશી અને મુસ્કાન જોવા મળી હતી. સેવાના કામોમાં સદા અગ્રેસર રહેતા રાજેશભાઈ પરમારે આ પ્રેરણાદાયી સેવાનો રાહ ચિંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh