Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કંટ્રોલરૂમના સંપર્ક નંબરો જાહેર કરાયા
ખંભાળીયા તા. ૨૯: નેપાળમાં અચાનક આવેલા પૂરથી અસરગ્રસ્ત નાગરિકો માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના અસરગ્રસ્ત સંબંધિત નાગરિકોએ કંટ્રોલરૂમ નંબર (૦૨૮૩૩) ૨૩૨૧૨૫ અને હેલ્પલાઈન નંબર ૧૦૭૭નો સંપર્ક કરવા જણાવાયુ છે.
નેપાળ-ચીન સરહદ નજીક તિબેટ તરફથી ભોટેકોશી નદીમાં રસુવા જિલ્લા સહિતના વિવિધ વિસ્તારોમાં અચાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિને પગલે નેપાળમાં પ્રવાસે ગયેલા અથવા અન્ય કારણોસર રોકાયેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકો અસરગ્રસ્ત થયા હોય તો તેમની સલામતી અને જરૂરી સહાય માટે તાત્કાલિક દેવભૂમિ દ્વારકા કંટ્રોલરૂમ નંબર (૦૨૮૩૩) ૨૩૨૧૨૫ અને હેલ્પલાઈન નંબર ૧૦૭૭નો સંપર્ક કરવો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોઈ નાગરિક નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા હોવાની માહિતી મળે તો તેમના પરિવારજનો, સગા-સંબંધીઓ તેમજ પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા ટૂર ઓપરેટરો દ્વારા પણ તાત્કાલિક સંબંધિત તંત્રને જાણ જરૂરી વિગતો ઉપલબ્ધ કરાવવી.
વધુમાં નેપાળમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં અસરગ્રસ્ત ભારતીય નાગરિકોને જરૂરી સહાય અને માહિતી પૂરી પાડવા માટે ઈમરજન્સી હેલ્પલાઈન નંબરો જાહેર કરવામાં આવ્યા છે. જરૂરિયાતમંદ ભારતીય નાગરિકો + ૯૭૭ ૯૮૫ ૧૩૧ ૬૮૦૭ અથવા + ૯૭૭ ૯૭૦ ૯૧૦ ૭૫૦૦ નંબર પર સંપર્ક કરી શકાય છે. નેપાળમાં ફસાયેલા ભારતીય નાગરિકો અથવા તેમના પરિવારજનોને કોઈપણ પ્રકારની તાત્કાલિક મદદની જરૂર હોય તો વિલંબ કર્યા વિના ઉપરોક્ત હેલ્પલાઈન નંબરો પર સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial