Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ વ્યાજખોર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈઃ
જામનગર તા. ૨૯: ખંભાળિયાના વણકરવાસમાં રહેતા એક યુવાને રૂા.૧૭ હજાર હજાર વ્યાજે લઈ રૂા.દોઢ લાખ ચૂકવી આપ્યા હોવા છતાં તેઓને જુદા જુદા સમયે અલગ અલગ સ્થળે માર મારવા ઉપરાંત ગાળો ભાંડવામાં આવી હતી. તે પછી ઘરે આવી પૈસા માંગી જોરથી ચીટીયો ભરાતા અને મારી નાખવાની ધમકી અપાતા આ યુવાને ત્રણ શખ્સ સામે પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
ખંભાળિયા શહેરના વણકરવાસમાં વસવાટ કરતા જયસુખભાઈ જીવાભાઈ સુરડીયા નામના આસામીએ થોડા સમય પહેલાં પાંચ હાટડી ચોકમાં રહેતા વિશાલ દુલાભાઈ વરમલ નામના શખ્સ પાસેથી રૂા.૧૭૦૦૦ ઉછીના મેળવી વ્યાજ પેટે રૂા.દોઢ લાખ પરત આપી દીધા હોવા છતાં વિશાલ દ્વારા વધુ રકમની ઉઘરાણી કરવામાં આવતી હતી.
તે દરમિયાન ગઈ તા.પ જુલાઈના દિને ટાઉનહોલમાં તેમજ મોમાઈ કોમ્પલેક્ષમાં જયસુખભાઈ સાથે ગાળાગાળી કરી ઢીકાપાટુથી માર મારવા ઉપરાંત વિશાલે તા.૧ર જુલાઈના દિને એક હોટલે, મંદિરે ગાળો ભાંડી માર માર્યાે હતો. ત્યારપછી તા.ર૩ જુલાઈએ જોધપર નાકા નજીક બજાજ ફાયનાન્સની ઓફિસે જયસુખભાઈને ફડાકા ઝીંકાયા હતા અને ગઈ તા.ર૭ના દિને ઘરે આવી રૂા.પ હજારની માગણી કરી ગાળો ભાંડી જમણા પડખામાં ચીટીયો ભરી વિશાલ તેમજ તેના સાગરિત જીતુભાઈ બાલાભાઈ ડોરૂ, જયવીરસિંહ જેઠવાએ ધમકી આપતા ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે જયસુખભાઈએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial