Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોહાણા સમાજના પંચમતિયા પરિવારમાં માતમ છવાયો
ખંભાળિયા તા. ર૯: રક્ષાબંધનના દિવસે રાત્રે ભાઈઓ સાથે ખંભાળિયામાં ફરવા નીકળેલ બહેનનું અકસ્માતમાં મૃત્યુ થતા માતમ છવાયો છે.
ખંભાળિયામાં ગઈકાલે રક્ષાબંધનના પવિત્ર દિવસે ભાઈઓ સાથે રક્ષાબંધન કરીને રાત્રે પર્વ ઉજવણી કરવા નીકળેલી પંચમતિયા પરિવારની ૧૯ વર્ષની યુવતીનું ખૂંટિયો બાઈક આડે ઉતરતા અકસ્માતમાં કરૂણ મૃત્યુ થતાં લોહાણા સમાજમાં ભારે શોકની લાગણી છવાઈ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણ ખંભાળિયામાં આનંદ કલોનીમાં રહેતા પરેશભાઈ પંચમતિયાની પુત્રી શ્રીહરિ રાત્રે દસ-અગિયાર વાગ્યે તેના ભાઈઓ સાથે બાઈક પર ફરવા નીકળી હતી અને રાત્રે બારેક વાગ્યે ઘેર પરત ફરવા લાલપુર ચોકડી પાસેથી ભાઈઓ સાથે પાછળ બેસીને શ્રીહરિ જતી હતી ત્યારે એકાએક રસ્તા પર અંધારામાં એક આખલો આવતા બાઈકચાલકને કન્ટ્રોલ ના રહેતા બાઈક ધડાકા સાથે અથડાતા શ્રીહરિ પાછળથી નીચે પડી જતા તેને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં તેનું સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ નિપજ્યું હતું.
મૃતક શ્રીહરિ તેના પિતાની એક જ પુત્રી હતી તથા એક ભાઈ હતાં અને રક્ષાબંધનના દિવસે જ ભાઈ-બહેન કાયમ માટે વિખુટા પડી ગયા. અત્યાર સુધીમાં દસથી વધુ વ્યક્તિઓના રખડતા પશુઓએ ભોગ લીધો છે, જેમાં એક વધુ બહેનનો રક્ષાબંધનના દિને ભોગ લેવાયો. આજે બપોરે મૃતકની અંતિમયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોહાણા જ્ઞાતિજનો જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial