Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લામાં જુગારના નવ દરોડાઃ સવા છ લાખનો મુદ્દામાલ કબજે કરાયો
જામનગર તા. ૨૯: જામનગરના રામનગરમાં ગઈકાલે જુગાર રમતા પાંચ શખ્સ રૂા.૩૮,૭૭૦ સાથે ઝડપાયા હતા. જ્યારે લાલપુરના ખીમસરામાંથી પાંચ મહિલા સહિત સાતને પોલીસે તીનપત્તી રમતા પકડી લઈ પટમાંથી રૂા.૧૦,૦૩૦ કબજે કર્યા હતા. જોડીયાના બાદનપરમાં જુગારના દરોડામાં નવ શખ્સ રૂા.૫,૦૨,૩૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા. ખીમરાણામાં પોલીસના દરોડામાં બે પત્તાપ્રેમી ઝડપાયા હતા અને ચાર નાસી ગયા હતા. કુલ નવ દરોડામાં પોલીસે પાંચ મહિલા સહિત બાવનની અટકાયત કરી હતી.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા રામનગરની શેરી નં.રમાં ગઈરાત્રે જુગાર રમાતો હોવાની બાતમી પરથી સિટી સી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાંથી ગોગનભાઈ જીવાભાઈ ગુજરીયા, હીરાભાઈ રાણાભાઈ ચારણ, દેગળશી મુળજીભાઈ ચારણ, માલજીભાઈ પુનરવભાઈ ચારણ, કરણભાઈ પુનરવભાઈ ચારણ નામના પાંચ વ્યક્તિ મળી આવ્યા હતા. પટમાંથી રૂા.૩૮,૭૭૦ રોકડા કબજે કરી પોલીસે ગુન્હો નોંધ્યો છે.
કાલાવડના રણુજા રોડ પર ભઠ્ઠા પાસે ગઈરાત્રે ગંજીપાનાથી જુગાર રમતા કમલેશગીરી મનસુખગીરી ગોસ્વામી, કમલેશ મેરૂભાઈ માટીયા, ગોપાલભાઈ તુલસીભાઈ રામોલીયા, ધર્મેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા, ફાલગુનભાઈ કૌશિકભાઈ ઝીંઝુવાડીયા, જયેશ માવજીભાઈ બામણીયા, રાજેન્દ્રસિંહ હમીરસિંહ જાડેજા નામના સાત શખ્સને પોલીસે પકડી લઈ રૂા.૨૬૩૦૦ કબજે કર્યા છે.
જોડીયા તાલુકાના બોડકા ગામમાં એક ઓટલા પર ગઈરાત્રે કેટલાક શખ્સો એકઠા થઈને તીનપત્તી રમતા હોવાની બાતમી પરથી કડીયા શેરી નજીક જોડીયા પોલીસે દરોડો પાડ્યો હતો. ત્યાંથી રમેશચંદ્ર ભીમજીભાઈ ટાંક, ગોરધનભાઈ શામજીભાઈ સાપરીયા, શાંતિલાલ દામજીભાઈ ટાંક, મોહનલાલ અમૃતલાલ ખોલીયા, ભરતભાઈ કાંતિલાલ ધામેચા નામના પાંચ શખ્સ મળી આવ્યા હતા. પટમાંથી રૂા.૧૩,૪૪૦ રોકડા ઝબ્બે લેવામાં આવ્યા છે.
જોડીયા તાલુકાના બાદનપર ગામની કોબા સીમમાં આજે વહેલી સવારે પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા ત્યાંથી રમેશભાઈ જેરામભાઈ ઘોડાસરા, પ્રવીણ મકનભાઈ સંતોકી, રમેશભાઈ ગોવિંદભાઈ સંતોકી, અજય ગોરધનભાઈ રાણીયા, બ્રિજેશ શામજીભાઈ ભીમાણી, જયંતિભાઈ અરજણભાઈ સંતોકી, જીતેન્દ્ર હરજીભાઈ સંતોકી, રાકેશ હરખાભાઈ સંતોકી, રાજ વલ્લભભાઈ ભીમાણી નામના નવ શખ્સ તીનપત્તી રમતા મળી આવ્યા હતા. પટમાંથી રૂા.૧,૫૨,૩૦૦ રોકડા, પાંચ બાઈક, નવ મોબાઈલ મળી કુલ રૂા.૫,૦૨,૩૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
લાલપુર તાલુકાના ખીરસરા ગામમાં ગઈકાલે સાંજે તીનપત્તી રમતા ગુલામમુસ્તુફા બોદુભાઈ બ્લોચ, વસીમ બોદુભાઈ બ્લોચ, રૂકસાનબેન સલીમ જરવાર, અફસાનાબેન હુસેનભાઈ જરવાર, રેશ્માબેન મોજીદાભાઈ જરવાર, અફસાનાબેન નૌશાદભાઈ દેખાન, હમીદાબેન અનવરભાઈ બ્લોચ નામના સાત વ્યક્તિ મળી આવ્યા હતા. રૂા.૧૦,૦૩૦ પટમાંથી કબજે કરાયા છે.
લાલપુર તાલુકાના નવી પીપર ગામમાં પ્રવીણભાઈ દેવાભાઈ ભાટી, મોજાભાઈ તુલસીભાઈ ભાટી, ડાયાભાઈ દેવાભાઈ ભાટી, વનાભાઈ દેવાભાઈ ભાટી, સુરજ મનોજભાઈ સોલંકી નામના પાંચ શખ્સ તીનપત્તી રમતા પકડાઈ ગયા હતા. પટમાંથી રૂા.૪૭૨૦ ઝબ્બે લેવાયા છે.
જામજોધપુર શહેરમાં લાડવા શેરીમાં ગઈકાલે સાંજે તીનપત્તી રમતા સાગર કાંતિલાલ સોલંકી, રાજેશ જીવણલાલ કુડેચા, મગનલાલ વીરાભાઈ વિંઝુડા, રાજ નાથાભાઈ પરમાર, જીજ્ઞેશભાઈ ગિરધરભાઈ રાઠોડ, આકાશ મનિષભાઈ વરાણીયા, અજય સુખાભાઈ ડાભી નામના સાત શખ્સને પોલીસે પકડી લઈ પટમાંથી રૂા.૧૬,૫૪૦ કબજે લીધા છે.
જામનગર નજીકના ખીમરાણા ગામના પાદરમાં ગઈકાલે સાંજે જુગાર રમતા ભગવાનજી ભીખાભાઈ ગમારા, રવિરાજસિંહ મહિપતસિંહ જાડેજા નામના બે શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસને જોઈને લાલુભા દેવેન્દ્રસિંહ જાડેજા, ગૌતમ રાજેશભાઈ, મુન્નાભાઈ ઉદુભાઈ જાડેજા, ભરતસિંહ પ્રભાતસિંહ જાડેજા નામના ચાર શખ્સ નાસી ગયા હતા. પટમાંથી પોલીસે રૂા.૩૯૦૦ કબજે કર્યા છે.
ધ્રોલ શહેરમાં પટેલ સમાજ સામે આવેલા ગોદરીયાવાસમાં ઝાડ નીચે ગઈકાલે બપોરે ગંજીપાના કૂટતા અજય કાંતિભાઈ ડાંગરોચીયા, સાગર કિશોરભાઈ ગોદરીયા, અમિત કિશોરભાઈ ગોદરીયા, રમેશભાઈ બિજલભાઈ ડાભી, મેરૂભાઈ ઈશ્વરભાઈ ગોદરીયા નામના પાંચ શખ્સને પકડી લઈ પોલીસે રૂા.૧૦,૩૬૦ કબજે કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial