Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૌરાષ્ટ્રમાં ઘણાં સ્થળે શ્રીકાર વર્ષાઃ ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેરઃ સર્વત્ર હરખની હેલીઃ ઠેર-ઠેર જલભરાવ- જનજીવન પ્રભાવિત
રાજકોટ તા. ૨૪: સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ સાર્વત્રિક મેઘમહેર થતા ખેડૂતોમાં ખૂશી છવાઈ છે. અમરેલી-ભાવનગર-બોટાદ જિલ્લામાં ૧ થી ૮ ઈંચ વરસાદ પડયો છે. કુંકાવાવ- વડીયામાં સાડા આઠ, બગસરા અને વાવ થરાદમાં ૬, વલ્લભીપુર- શિહોર-બોટાદ ૪, કાલાવડ, ભાવનગર, ગઢડા, રાણપુર, બરવાળામાં ૩ ઈંચ વરસ્યો છે. સાર્વત્રિક વરસાદના મંડાણ થયા છે. આજે સવારથી જ ઘણાં સ્થળે વરસાદ પડી રહ્યો છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાએ કૃપા વરસાવવાનું શરૂ થતા સર્વત્ર હરખની હેલી છવાઇ છે. અમરેલી, ભવનગર, બોટાદ જિલ્લામાં મેઘરાજા હેત વરસાવી રહયા છે. કુકાવાવ-વડીયામાં ર કલાકમાં ૬ ઇંચ વરસાદ સાથે કાલે સાંજથી આજે સવાર સુધીમાં સાડા ૮ ઇંચ વરસાદ પડયો છે. જયારે બગસરામાં ૬ ઇંચ, ભાવનગર જિલ્લાના વલ્લભીપુર અને સિંહોરમાં ૪ ઇંચ, ભાવનગર શહેરમાં ૩ ઇંચ, બોટાદ જિલ્લાના બોટાદ શહેરમાં ૪ ઇંચ અને ગઢડા રાણપુર તથા બરવાળામાં ૩ ઇંચ વરસાદ પડયો છે.
જુનાગઢ શહેર, જિલ્લામાં સવારથી વરસાદ શરૂ થતા ગીરનાર પર વધુ ૧ ઇંચ અને ભેસાણ તાલુકામાં વધુ અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ સહિત સોરઠમાં ગઈકાલથી ધીમીધારે મેઘરાજાએ વરસવાનું શરૂ કર્યું છે. વહેલી સવારે પણ મેઘરાજા મુકામ યથાવત રાખ્યો હતો. જુનાગઢ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં સવારથી ધીમી ધારે વરસાદ ચાલુ રહેતા વાતાવરણમાં ઠંડક થઈ ગઈ હતી. ગિરનાર પર્વત પરપોટા સવારથી મેઘરાજા જમાવટ કરતા શરૂઆતના બે કલાકમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. આવી જ રીતે ભેસાણ તાલુકામાં પણ અડધો ઈંચ વરસાદ થતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે. જ્યારે જિલ્લાના અન્ય વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસી રહૃાા હોવાના સમાચાર મળી રહૃાાં છે.
સમગ્ર ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે.મેઘરાજાએ જિલ્લાના તમામ તાલુકાઓમાં હાજરી પુરાવી હતી, જેમાં વલ્લભીપુર અને સિહોર તાલુકામાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. સમગ્ર જિલ્લામાં સારા વરસાદથી ખરીફ પાક માટે ઉજળુ ચિત્ર તૈયાર થયું છે. ખેતરોમાં પાણી ભરાયા છે. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગોહિલવાડ પંથકમાં ચોમાસુ શરૂ થયા બાદ પહેલીવાર શહેર અને જિલ્લાના તમામ તાલુકામાં એક સાથે વરસાદ પડ્યો છે. સમગ્ર જિલ્લામાં એક ઇંચ થી ચાર ઈચ થી વધુ વરસાદ પડ્યો છે. આજે પણ વરસાદની આગાહી છે.
આજે શુક્રવારે પણ ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે અને જિલ્લાની શાળા કોલેજોમાં કલેકટર દ્વારા રજા જાહેર કરવામાં આવી છે. શહેરના ભરતનગર શાકમાર્કેટ નજીક વરસાદ દરમિયાન એક વૃક્ષ ધરાશાયી થયું હતું. જ્યારે શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. શહેરના બોર તળાવ (ગૌરીશંકર સરોવર) માં ત્રણ ઇંચ પાણીની આવક થઈ છે. બોર તળાવ ની સપાટી ૩૨ ફૂટે પહોંચી છે.
સમગ્ર રાજકોટ જિલ્લામાં સૌથી વધારે વરસાદ ધોરાજીમાં નોંધાયો છે ત્યારે ધોરાજીમાં આજે સવારના આઠ વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ નોંધાતા કુલ સિઝનનો વરસાદ ૧૪ ઇંચ જેવું થઈ ગયો છે. ધોરાજી પંથકમાં સારો વરસાદ અને કારણે ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે વાવણી થઈ ગયા પછી વરસાદ આવતા ખેડૂતો પણ ખુશ થયા જોવા મળી રહૃાા છે. હાલમાં ધીમીધારે વરસાદને કારણે શહેરમાં કોઈ જગ્યાએ મુશ્કેલી ઊભી થઈ નથી તેમજ આ વિસ્તારના તમામ ચેક ડેમો પણ ઓવર ફ્લો થઈ ગયા છે. છેલ્લા ર૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા જોઈએ તો વલ્લભીપુર ૧૦૯ મી.મી., ઉમરાળા ૬૫ મી.મી., ભાવનગર ૭૬ મી.મી., ઘોઘા ૩૬ મી.મી., શિહોર ૧૦૦ મી.મી., ગારીયાધાર ૩૨ મી.મી., પાલીતાણા ૨૯ મી.મી., તળાજા ૨૨ મી.મી., મહુવા ૩૦ મી.મી., જેશર ૨૩ મી.મી., અમરેલી કુંકાવાવ- વડિયા ૨૧૫ મી.મી., બાબરા ૮૩ મી.મી., લાઠી ૫૬ મી.મી., લીલીયા ૫૦ મી.મી., અમરેલી ૮૬ મી.મી., બગસરા ૧૪૩ મી.મી., ધારી ૪૩ મી.મી., સાવરકુંડલા ૪૧ મી.મી., ખાંભા ૨૪ મી.મી., જાફરાબાદ ૫ મી.મી., રાજુલા ૨૭ મી.મી., બોટાદ ૯૯ મી.મી., ગઢડા ૬૯ મી.મી., રાણપુર ૬૩ મી.મી., બરવાળા ૭૯ મી.મી., માણાવદર ૭ મી.મી., વંથલી ૭ મી.મી., જુનાગઢ ૨૫ મી.મી., ભેંસાણ ૩૯ મી.મી., વિસાવદર ૬૫ મી.મી., મેંદરડા ૬ મી.મી., કેશોદ ૨૫ મી.મી., માંગરોળ ૪ મી.મી., માળીયાહાટીના ૮ મી.મી., ગીરગઢડા ૨ મી.મી., તાલાલા ૩ મી.મી., સુત્રાપાડા ૨ મી.મી., કોડીનાર ૨ મી.મી. અને ઉનામાં ૧૪ મી.મી. વરસાદ નોંધાયો છે.
ઉત્તર ગુજરાત
ઉ. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ ૬ ઈંચ વરસાદ પડી રહ્યો છે. વાવ-થરાદમાં ૬ ઈંચ, ભાભરમાં ૫ ઈંચ, સાંતલપુર અને રાધનપુરમાં ૩-૩ ઈંચ વરસાદ પડયો છે.
દ. ગુજરાતમાં સ્થળાંતર
દક્ષિણ ગુજરાતમાં અલગ-અલગ સ્થળે લગભગ ૩૮ હજાર લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.
રાજ્યકક્ષાએ બેઠક
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં વરસી રહેલા વરસાદની સમીક્ષા તથા જરૂરી તાકીદની વ્યવસ્થાઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક પણ બોલાવાઈ હોવાનું જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial