Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૧ લાખ પ૯ હજારનો મુદ્દામાલ કબજે થયોઃ
જામનગર તા. ૨૪: કલ્યાણપુરના ભાટવડીયા ગામમાં ગયા મંગળવારે એક મકાનના નળીયા ખેસવી ઘરમાંથી રૂ।.૧ લાખ ૮૦ હજારની ચોરી થઈ હતી. તે ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલી ભાટવડીયાના એક શખ્સની અટકાયત કરી છે. વાડામાં સંતાડીને રાખવામાં આવેલી રોકડ તથા મોબાઈલ મળી રૂ।.૧,૫૯,૦૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
કલ્યાણપુર તાલુકાના ભાટવડીયા ગામમાં વસવાટ કરતા બાબુભાઈ કેશાભાઈ સોનગરાએ ગયા મંગળવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું હતું કે, કોઈ શખ્સો તેના મકાનના નળીયા ઉંચકાવી અંદરથી રૂ।.૧ લાખ ૮૦ હજાર રોકડાની ચોરી થઈ છે.
ઉપરોક્ત ગુન્હાની કલ્યાણપુર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસમાં એલસીબીએ પણ ઝૂકાવ્યું હતું. જેમાં પીઆઈ એન.એચ. જોષીની રાહબરી હેઠળ પીએસઆઈ બી.એમ. દેવમુરારી તથા એમ.આર. સવસેટાના વડપણ હેઠળની બે ટીમ કાર્યરત બની હતી.
તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાટવડીયા ગામમાં રહેતા સામત લખુભાઈ સોનગરા નામના શખ્સને દબોચી લેવામાં આવ્યો છે. તેની પૂછપરછ કરાતા આ શખ્સે ચોરીની કબૂલાત આપી પોતાના ઘરની બાજુમાં આવેલા વાડામાં સંતાડીને રાખેલી રૂ।.૧,૫૮,૫૦૦ની રોકડ તથા એક મોબાઈલ કાઢી આપ્યો છે. કુલ રૂ।.૧,૫૯,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial